આપણે શાનાં પૂર્ણ વિરામ?
એકમાત્ર બસ રામ.
બધાં વાક્યમાં વચ્ચે વચ્ચે આવે ભલે વિરામ,
નાનાંમોટાં, ટપકાવી લઈ,
કલમ બઢે મઝધાર –
ક્યાંય રે કોઈ ન પૂર્ણવિરામ.

પડ્યા મહા આ મહાન સાગર,
જહાજ બઢે, કંઈ અગમ્યનાં અણસાર,
આ બંદર, ઓ બંદર કરતાં,
ભમતાં જહાજ હજાર –

આવન જાવન એ જ તૃપ્તિની વાહ.

સૌને લાભ, સકલનું સાધન,
બનું બનીઠની –

પણ હું મુજમાં મસ્તાન,
ને મુજમાં મારો પ્રાણ,

પરમ મુજ
પ્રણવ તણો સૌ સાર.

૧૭-૬-૯૦

– સુન્દરમ્

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.