આવી ચઢ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું
એ જ મથુરાં એ જ રે કાશી:
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

સંત મળ્યા એને સાંઈડું લીધું,
ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!
ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

વેમાનની અમે વાટ ના જોતાં,
વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;
પેદલ ચાલતાં ચાલતાં મા’લતાં
ભમવા નીસર્યાં લખચોરાશી:
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;
ધરતીના કણકણમાં તીરથ
એનાં અમે પરકમ્માવાસી:
ભોમકાનાં ભમનાર પ્રવાસી.

-બાલમુકુંદ દવે

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.