(ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિતમાનસ’ના સમશ્લોકી અનુવાદવાળા ગ્રંથ ‘માનસસાર’ના અંશો)

दोहाः

जोग लग्न ग्रह वार तिथि, सकल भये अनुकूल,

चर अरु अचर हर्ष जुत राम जन्म सुखमूल.

नौमी तिथि मधुमास पुनीता सुकल पच्छ अभिजित हरिप्रीता मध्य दिवस अति सीत न धामा पावन काल लोग विश्रामा सीतल मंद सुरभी वह बाउ हरषित सुर संतन्ह मन चाउ वन कुसुमित गिरिगन मनिआरा स्रवहिं सकल सरिताऽमृतधारा सो अवसर बिरंचि जब जाना चले सकल सुर साजिविमाना वरषहिं सुमन सुअंजुलि साजी गहगहि गगन दुंदुभी बाजी.

દોહાઃ

યોગ લગ્ન ગ્રહ વાર તિથિ, સર્વ થયાં અનુકૂળ,

જડચેતન હર્ષિત થયાં, રામ જન્મ સુખ મુળ.

નવમી તિથિ મધુમાસ પૂનીતે . શુક્લ પક્ષ હરિપ્રિય અભિજિતે મધ્ય દિવસ ઋતુ સમ સૌ વાતે. સમય સુખદ પાવન જન કાજે મંદ સમીર સુગંધિત વાએ, સુર સંતો મન હર્ષ ન માએ વન કુસુમિત ગિરિ રત્ને ભ્રાજે, વહે સકળ સરિતામૃત ધારે અવસર વિધિએ જ્યારે જાણ્યો, ચાલ્યા સુર સહ સજી વિમાનો પુષ્પ વૃષ્ટિ વરસાવે દેવો, દુંદુભિ રવ નભ ભેદે એવો.

छंदः

भये प्रगट कृपाला दीन दयाला, कौशल्या हितकारी, हरषित महतारी, मुनि मन हारी, अद्भुत रूप विचारी कह दुइ कर जोरी अस्तुति तोरी, केहि बिधि करौं अनंता, माया गुन ग्यानातीत अमाना वेद पुरान भनंताब्रह्मांड निकाया निर्मित माया, रोम रोम प्रति वेद कहै, मम उर सो वासी यह उपहासी, सुनत धीर मति थिर न रहै सुनि बचन सुजाना- रोदन ठाना, होइ बालक सुर भूपा, यह चरित जे गावहिं-हरिपद पावहिं, ते न परहिं भव कूपा

છંદઃ

થયા પ્રગટ કૃપાળા, દીન દયાળા, કૌશલ્યા હિતકારી, હરખ્યાં માતાજી, મુનિ મન રાજી, અદ્ભુત રૂપ વિચારી જોડી કર માતા, કહે અનંતા, કયમ કરું સ્તુતિ તમારી, અકળિત ગુણ-જ્ઞાન, અમાય – અમાન, વદે વેદ અવિકારી બ્રહ્માંડો અગણિત, માયા નિર્મિત, રોમ રોમ પ્રતિ વેદ કહે તે ઉદર નિવાસી, કેવી હાંસી, સુણી ધીર મતિ સ્થિર ન રહે સુણી વિનીત વચન, શરુ કીધું રુદન, થઈ બાળક સૂર ભૂપે, જે ચરિત આ ગાએ, હરિપદ જાએ, પડે ન ફરી ભવ કૂપે.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.