જિંદગી પસંદ મને જિંદગી પસંદ!
મોતની મજાક ભરી
મોજના મિજાજ ધરી
ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ!
જિંદગી પસંદ મને જિંદગી પસંદ.
નૌબનૌ સુગંધ મહીં
જાય જે અબંધ વહી
તાજગી ભરેલ એ તવંગરી પસંદ!
જિંદગી પસંદ મને જિંદગી પસંદ.
સલામ હી હિસાબને
કલમ અને કિતાબને
જમા-ઉધારને જલાવતી મજલ પસંદ!
જિંદગી પસંદ મને જિંદગી પસંદ.
ગુલબહારી મ્હેક સમી
એ હયાતી એક ગમી
ફોરમે રમી રહી ફનાગીરી પસંદ!
જિંદગી પસંદ મને જિંદગી પસંદ.
મોતની મજાક સમી
જિંદગી પસંદ!

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.