હે પરમાત્મા!

મંદ મંદ વાતા પવનમાં, તમારો અવાજ સંભળાય છે.

તમારો શ્વાસ જગતના સઘળા જીવોનો પ્રાણ છે.

તમે મને સાંભળો, હું નાનો ને નાજુક છું.

મને તમારી શક્તિ ને શાણપણ આપો.

હે ભગવાન! એવું કરો કે –

મારા પગ સદા સુંદર ધરતી પર હો.

મારી આંખો સદા સુંદ૨ દૃશ્યો જુએ.

મારા કાન સદા મધુર ધ્વનિ સાંભળે.

ઊગતા અને આથમતા સૂર્યની મનોહરલીલા

હું સદા પામ્યા કરું.

તમે સર્જેલી સઘળી વસ્તુને મારું મસ્તક નમતું રહે.

તમારો શુભ ધ્વનિ મારા કર્ણને પાવન કરતો રહે.

પાંદડે પાંદડે, પથ્થરે પથ્થરે, ને રેતીના કણેકણમાં

છુપાયેલા તમારા સંદેશને મારું મન સદા સમજતું રહે.

હે પ્રભુ! મારા માનવબંધુ કરતાં બળવાન બનવા

મારે શક્તિ નથી જોઈતી,

મારા મોટામાં મોટા દુશ્મનને પરાજિત કરવા

મારે શક્તિ જોઈએ છે.

મારો મોટામાં મોટો દુશ્મન હું જ છું

નિર્મળ આંખો ને નિરામય શરીરે,

તમારી સંનિધિમાં આવવા હું આતુર છું.

જીવન વિલિન થઈ જશે, સૂર્યનો અસ્ત થઈ જશે,

જળ વહેતાં બંધ થઈ જશે,

ત્યારે કશીય લજ્જા વિના હું તમારી સમક્ષ ઊભો રહું.

એટલું કરજો, હે પરમાત્મા!

– સુધાકર જાની

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.