પુસ્તિકા-૧

Divine Nectar
(Gita in verse)
by – Swami Ramanujananda
Ramakrishna Math
Vilangan P.O. Puranattukara
Trissur 680 551
Price Rs. 15

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના બધા જ શ્લોકોને અંગ્રેજી VERSE-શ્લોકમાં જ ઢાળી ‘Divine Nectar’ ‘દિવ્યામૃત’ નામની નાની પુસ્તિકા પ્રકટ કરી, સ્વામી રામાનુજાનંદજીએ અંગ્રેજી જાણનારલોકોની ભારે સેવા કરી છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન, અંગ્રેજી ભાષા પરનો કાબૂ એ એક બાબત છે, પરંતુ ગીતાજી જેવા ગહન ગ્રંથના શ્લોકોને, શ્લોકમાં જ ઢાળી રજૂ કરવા એમાં કર્તાની કસોટી થતી હોય છે. સ્વામી રામાનુજાનંદજી આ કસોટીમાંથી પાર ઊતર્યા છે. ગીતાજીના અમુક શ્લોકોના અંગ્રેજી Verses જોઈએ.

– वासांसि जीर्णानि ––
संयाति नवानि देही ॥

(અધ્યાય ૨ – ૨૨)

Worn out clothes man casts off
Puts on others which are new
Worn out bodies the self casts off
Enters into others which are new,

– नैनं छिन्दन्ति शस्त्राणि ––
न शोषयति मारूतः ॥

(અધ્યાય- ૨ – ૨૩)

Weapons can not cut this
This, fire burns not,
Water can not wet This
This wind dries not,

– यद्यदाचरति श्रेष्ठ :
––लोकस्तदनुवर्तते ॥

(અધ્યાય- ૩ – ૨૧)

Whatsoever the superior person does
That is followed by others,
What he demonstrates by action
The world follows there on.

સમજી શકાય એવા અંગ્રેજી Verses શ્લોકોને ગીતાજીનો વાચક ભરપેટે માણે છે અને એમાં જ સ્વામીજીની સફળતા રહેલી છે.

પ્રસ્તુત પુસ્તિકામાં કોઈ તાત્ત્વિક ચિંતન કે છણાવટ નથી, કોઈ વિચારસરણીનો આગ્રહ કે કોઈ આદર્શની રજૂઆત નથી. અહીં તો છે ગીતાજીના અઢાર અધ્યાયના શ્લોકો, અંગ્રેજી Verses – શ્લોકોમાં.

પુસ્તિકા – ૨

CHILD OF THE MOTHER
A Poetical Tribute to SRI Ramakrishna
by Swami Ramanujananda
Ramakrishna Math
Vilangan P.O. Puranattukara
Tissur 680 551
Price Rs. 12

સ્વામી રામાનુજાનંદજીની આ બીજી પુસ્તિકા પરમહંસ શ્રીરામકૃષ્ણદેવને શ્રદ્ધાંજલિ સ્વરૂપે લખાયેલી છે. શ્રી ઠાકુરનાં જીવન અને કવન વિશે ગદ્યમાં તો અનેક પુસ્તકો પ્રાપ્ય છે, પરંતુ પદ્યમાં અને અંગ્રેજીમાં આ પ્રકારના પુસ્તકની એક મોટી ખોટ હતી. સ્વામી શ્રીરામાનુજાનંદજીએ આ ખોટ પૂરી દીધી છે અને લોકો સમક્ષ ‘Child of the mother’ પુસ્તિકા પદ્યમાં રજૂ કરી છે.

શ્રી ગણેશની સ્તુતિથી શરૂ કરી, સરસ્વતી માતાનું સ્તવન કરી, હિમાલયનાં ગુણગાન ગાઈ, ગંગામાની પૂજા કરી, કવિ શ્રી બંગાળની ‘સુજલામ્-સુફલામ્’ ભૂમિમાં પ્રવેશ કરે છે અને પુસ્તિકાનો મુખ્ય વિષય છેડે છે. શ્રી ઠાકુરનો જન્મ, એમના બાળપણથી શરૂ કરી એમના સમગ્ર જીવનનાં વિવિધ પાસાંઓ આ પુસ્તિકામાં સમાવી લીધાં છે.

શ્રીરામકૃષ્ણદેવનું કલકત્તામાં આગમન, માતાજી સાથે લગ્ન, એમનું ગૃહસ્થ જીવન, શિષ્યોનું આગમન વગેરે પદ્યમાં – કાવ્યાત્મક ઢબે સુંદર રીતે રજૂ કરવામાં આવ્યાં છે.

બન્ને પુસ્તિકાને આપણે આવકારીએ.

-ક્રાંતિકુમાર જોશી

Total Views: 278

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.