જ્યાં મન ભય રહિત અને
મસ્તક ઉન્નત હોય,
જ્યાં જ્ઞાન મુક્ત હોય
જ્યાં જગત ભેદભાવની
દીવાલોથી વહેંચાયેલું ન હોય,
જ્યાં વાણીનું ઉદ્ગમન સ્થાન
માત્ર સત્ય જ હોય,
જ્યાં અથાગ પુરુષાર્થ સંપૂર્ણતાને
પામવાને પ્રયત્ન કરતો હોય,
જ્યાં વિવેક અને બુદ્ધિનું ઝરણું રણની
સૂકી રેતીમાં લૂપ્ત ન થઈ જતું હોય,
જ્યાં મન સતત વિશાળ વિચારધારામાં
પરોવાયેલું રહેતું હોય
એવા સ્વાતંત્ર્યના સ્વર્ગમાં
હે પ્રભુ! મારા રાષ્ટ્રને જગાડ!

– રવીન્દ્રનાથ ટાગોર

Total Views: 567

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.