સાદું જીવન. સરળ વ્યવહાર. પણ સાદું જીવન તપશ્ચર્યા માગી લે છે. સરળ સમજણની પાછળ ઊંડો અભ્યાસ હોય છે. જેનું આંતરિક જીવન સમૃદ્ધ હોય, એ જ પોતાના બાહ્ય જીવનમાં સાદાઈ રાખી શકે. જેનું દિલ ને મન ભરેલું હોય, તેને બહારના આધારની જરૂર પડતી નથી. આઈન્સ્ટાઈનના જીવનમાં વિજ્ઞાનનું અનુશીલન હતું, વાયોલિન પર શાસ્ત્રીય સંગીત વગાડવું એ એમનો શોખ હતો. અને ઘેર પ્રેમાળ પત્ની ને સુખી દાંપત્ય હતાં. જ્ઞાનવિજ્ઞાનનું સેવન, વિદ્યાની ઉપાસના, કલાસંગીતનો રસ ને પ્રેમની હૂંફ, એ સંસ્કારી જીવનનાં ખરાં મૂલ્યો છે. એ હોય તો પછી બહાર ધાંધલ ને ભપકો, મનોરંજન ને એશઆરામ શોધવાની કોઈ જરૂર રહેતી નથી.

દિલ ખાલી છે, મન શૂન્ય છે, એટલે જ્યાંત્યાંથી કંઈ ને કંઈ પકડી લાવવાનાં ફાંફાં ચાલે છે. લેવાનું, માગવાનું, ખરીદવાનું, નવું નવું વસાવવાનું, આખું ઘર ભરી દેવાનું. અંદરથી શૂન્યતા ન દેખાય, તે માટે બહાર ધનનું પ્રદર્શન કરવાનું.

સાદાઈ અને અપરિગ્રહનો માર્ગ અને તેનો અનુરોધ કોઈ જૂનવાણી ઉપદેશક તરફથી નહીં, પણ આધુનિક વિજ્ઞાનીના મોંએથી ને જીવનમાંથી.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.