રામકૃષ્ણ-વિવેકાનંદ-વિચારધારાથી પ્રેરિત થઈ સ્વામી આત્મપ્રિયાનંદજી ૧૯૭૮માં ‘રામકૃષ્ણ સંઘ’માં જોડાયા. તેઓ બેલુર મઠમાં આવેલ રામકૃષ્ણ મિશન સંચાલિત ‘રામકૃષ્ણ મિશન વિદ્યામંદિર’માં નીમાયા, ત્યાં તેઓ લગભગ ૨૫ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્ર ના અધ્યાપક રહ્યા. ત્યારબાદ કાૅલેજના વાઈસ પ્રિન્સિપાલ અને પ્રિન્સિપાલ તરીકે તેમણે ૧૯ વર્ષ સુધી સેવા આપેલ. જુલાઈ -૨૦૦૫થી તેઓ ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી’ના વાઈસ ચાન્સેલર તરીકેની જવાબદારી સંભાળે છે. ‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૨૦૦૪માં ૫્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો વડોદરાના શ્રીપ્રદ્યુમ્નભાઈ જોષીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણદેવના અત્યંત નજીકના શિષ્ય સ્વામી બ્રહ્માનંદ એક વખત દક્ષિણ ભારતના મદુરાઈના મંદિરની ભગવાન નટરાજ(નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાં જ ભાવાવેશમાં સરી પડ્યા. વાસ્તવમાં તો નટરાજ એટલે જ નૃત્યકારોના રાજા. સર્વોચ્ચ સમતુલા જાળવીને અદ્‌ભુત રીતે એક પગની મુદ્રાથી તરખાટભર્યું નૃત્ય કરતા શિવજીને એક પ્રભાવશાળી નૃત્યકાર તરીકે ઓળખાવાય છે. સામાન્યત : તેઓ તેમનો ડાબો જ પગ હવામાં રાખે છે, જમણો પગ જમીન પર અને આ રીતે તેમનું સમતોલન એક પગે ઊભા રહીને રાખે છે. કહેવાય છે કે મદુરાઈ રાજ્યના રાજકર્તા પંડયાએ જમણા પગે ઈશ્વરનો દુ :ખાવો અનુભવ્યો અને તેમણે નટરાજને તેમની મુદ્રા બદલવા પ્રબળ અનુરોધ કર્યો : નૃત્ય કરવાના બદલાવમાં, ડાબો પગ જમીન ઉપર અને જમણો પગ હવામાં અદ્ધર અને કરુણામૂર્તિ ઈશ્વરે તરત જ માન્ય રાખીને, એવી વિનંતી મુજબ નૃત્ય શરૂ કર્યું ! આવી વિપરીત રીત મુજબની નટરાજની નૃત્યમુદ્રા ફક્ત મદુરાઈમાં જ જોવા મળે છે અને તે નૃત્ય કરતા શિવની એક અનેરી મુદ્રા છે. જ્યારે સ્વામી બ્રહ્માનંદે આ જોયું, ત્યારે તેઓ એકદમ જ ઊર્મિશીલ ભાવુક થઈ ગયા અને પોકારી ઊઠ્યા કે તેઓએ ચોક્કસપણે એવી જ મુદ્રાના નૃત્યમાં રામકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં !

બે ભક્તિનૃત્યો

નટરાજ નૃત્ય બે પ્રકારનાં : એક, નટરાજના ઉચ્ચતર આત્મતત્ત્વમાં એકચિત્ત થવાના ભક્તિયુક્ત આનંદના પ્રવાહનું; અને બીજું, સમષ્ટિ પરત્વેની ભારે કરુણાની લાગણી ધરાવતું કે જેનાથી તેઓ જ્યારે કૂદકા મારે ત્યારે તમામ પ્રાણીમાત્ર સાથે સ્વયં આત્મસાત્ થવું જરૂરી બને. શિવ એટલે જ કલ્યાણકારી, આશિષદત્ત સરસ. પરંતુ આ કલ્યાણકારક, આશિષપ્રદ, સારાપણું એવી તો એક દૈવી શક્તિમાંથી આવે છે કે જે તેના એક જ સપાટામાં તમામ દૂષણો, સ્વાર્થાંધતા અને લઘુતાનો નાશ કરે છે; તેથી નૃત્ય તો એક કાલ્પનિક છે. પહેલા પ્રકારનું નૃત્ય ખૂબ જ આનંદપ્રદ, પ્રશંસનીય અને વાસ્તવિક છે; જ્યારે બીજા પ્રકારનું નૃત્ય ભયંકર, ગાંભીર્યદર્શી વખાણપાત્ર એવું જોરદાર શક્તિવંત અને ઘણીવાર તો અત્યંત વિનાશકારી અસરો સર્જાવતું નૃત્ય ! આમ છતાં બન્ને પ્રકારો આમ તો માનવતાના કલ્યાણમાં જ સહાયરૂપ બને છે. નટરાજ બન્ને પ્રકારનાં નૃત્ય કરે છે : જાગૃતિ-સાવધાની ક્ષેત્ર પરત્વેનું ‘ચિદંબરા’ સ્વરૂપનું કે જે ‘દહરાકાશ (મફવફફિસફતફ)’ અને ‘હૃદયસ્થી (વશિમફુફ-લીવફ)’ જેવાં નામોથી ઓળખાય છે. આપણા જેવા જીવાત્માઓ માટે કે જેઓ આજ સુધી વિશાળ અંતરિક્ષનાં અસ્તિત્વ કે વાસ્તવિકતા શોધી શકેલ નથી તેઓ માટે તો આવી બાબતો અતિ ગહનશીલ છે.

નટરાજ સ્વરૂપના સ્વયં સંતૃપ્ત અને આત્મનિર્ભર એવા શિવમાંથી વહેતાં સારપ અને કલ્યાણકૃત તત્ત્વોનું આદરપૂર્ણ મનન-ચિંતન તો આપણે છેવટે કરી શક્યાં; અને આપણા સ્વાર્થી અને અહંકારી મનોભાવોના નાશ માટેની પ્રાર્થનામાં હૃદયાંજલિ પણ રેડી શક્યાં !

અવતારોની વિનાશક શક્તિ

નટરાજની ભાવાવેશયુક્ત સાત્ત્વિક નૃત્ય કરતી મનોસ્થિતિમાં શિવ કેવા દેખાય એ આપણે જાણતા નથી. સાધુ-સંતોએ તેઓની આત્મીય ઊંડાઈએથી તેમનાં કરેલાં દર્શનની કેટલીક છબી ઉપસાવેલી છે. પરંતુ શ્રીરામકૃષ્ણની બાબતમાં તો આપણી પાસે અધિકૃત ફોટોગ્રાફ્્સમાં સાદૃશ્ય ચિત્ર છે અને જો શ્રીરામકૃષ્ણના સમયમાં વિડીયો-ફોટોગ્રાફી હોત તો, આપણને તેઓનાં ભાવાવેશયુક્ત નૃત્યો તેમજ તેમના શિષ્ય સમુદાય સાથેના હર્ષોલ્લાસભર્યા વાર્તાલાપોનાં જીવંત ચિત્રો જોવાનો પણ લાભ મળ્યો હોત. આવું કંઈપણ ન હોવા છતાં, સ્થિર ચિત્રો અને ફોટોગ્રાફ્્સ તથા શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત (’મ’ થી ઉલ્લેખવાળા) દ્વારા આબેહૂબ અને જીવંત વર્ણન કરતાં પ્રાપ્ય છે. આવી શક્તિ તો આપણા રખોપાને એવો તો ઢંઢોળી મૂકે છે કે, આપણી જાતનો સંવેદનશીલ આંતરિક માંહ્યલો પણ હલબલી ઊઠે ! ક્રિશ્વિયન માંધાતાઓ શ્રી ઈશુખ્રિસ્તી વિશેની ઓળખ ઈશ્વરના અતિ વિનમ્ર પુત્ર તરીકે અને સ્વર્ગરક્ષક તરીકે આપે છે. શ્રીરામકૃષ્ણના પ્રખર ધર્માનુરાગી શિષ્ય સ્વામી વિવેકાનંદ કે જેમનામાં શ્રી ગુરુદેવે ફક્ત સ્પર્શમાત્રથી અતિ પ્રબળતમ આધ્યાત્મિક શક્તિનું પ્રત્યારોપણ કર્યું હતું, તેઓ શ્રીગુરુદેવ વિશે ‘કાંચા ખેકો દેવતા’ (એવું દૈવત કે જે કાચું માંસ પચાવી જાણે) તરીકેની ઓળખ આપે છે. જ્યારે અન્ય દૈવી સાધકોને રાંધેલ મચ્છી-માંસ અપાય છે ત્યારે બહારથી તો વિનમ્ર અને અતિ સરળ એવા મા કાલીના ભક્ત શ્રીરામકૃષ્ણ તો વ્યક્તિનાં શરીર-મન-સંવેદનોના રૂપાંતરથી તેને દૈવીતત્ત્વમાં ફેરવી આપવા માટે તેનાં જીવંત માંસ-રક્ત અને બધું જ ગળી જાય છે. અર્થાત્ અહીં જ અવતારી શક્તિ વર્તાય છે, દૈવી અવતરણ. રામકૃષ્ણ કે કૃષ્ણ કે બુદ્ધનું ચિત્ર શાંત અને સૌમ્ય અને અંત :સ્ફુરિત આનંદ દર્શાવતું જોવા મળે છે ત્યારે વાસ્તવમાં જ તે શક્તિશાળી આધ્યાત્મિક શક્તિના વીજકારક ડાયનેમો બની રહે છે. તેઓ એવી પણ શક્તિ છે કે જે સાતા કે સગવડ આપવા કરતાં તો વેરાન-નાશ પણ કરી આપે છે. આવી શક્તિ દરેક વ્યક્તિત્વમાંની લઘુતા-નાનપ, સ્વાર્થાંધતા અને અહંકારીત્વનો નાશ કરે છે. તેથી કરીને લોકો તેમની જ પામરતાને જડતાપૂર્વક વળગી રહેવા માગે છે. તેવાઓ માટે ડહાપણભર્યું એ જ રહેશે કે આવા દૈવી અવતારો સાથેનું અત્યંત નિકટતમ જોખમ ન લેવું.

(ક્રમશ 🙂

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.