વાચકો લેખક બને

વાચકો લેખક બને

🙏 જય ઠાકુર. સ્વામી વિવેકાનંદ વિશે ચિંતન મનન કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમના વિશે લખવું. આપ સહુને સ્વામીજી વિશે લખવાની પ્રેરણા મળે એ માટે અમે આપના લેખો આવકારીએ છીએ. આ સિવાય પણ, શ્રીરામકૃષ્ણદેવ, મા સારદા દેવી, અથવા અન્ય આધ્યાત્મિક વિષયો પર આપ લખી શકો. કોઈ પણ પ્રકારની રાજનૈતિક વાતો આ લેખમાં આવવી ન જોઈએ.

જો આપનો લેખ મૌલિક હશે, સરળ અને ભૂલરહિત હશે, અને સહુને માટે પ્રેરણાદાયી હશે તો અમે આ પેજ ઉપર આપનો લેખ અપલોડ કરીશું. સર્વશ્રેષ્ઠ લેખોને અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ પ્રકાશિત કરીશું.

વાચકો દ્વારા લિખિત લેખો

  • પરમાત્માને પત્ર : કૃપા બંસલ લાઠિગરા : જુનાગઢ

    આદરણીય ઈશ્વર, આજે મારે તમને ઘણું બધું કહેવું છે, ચિંતા નહીં કરશો, હું કંઈ માંગીશ નહીં, તમને એવી જ ટેવ પડી ગઈ હશેને!, કોઈ તમને યાદ કરે તો એવુ થાય, હમણાં જ કશુંક માંગશે. મારે આજે તમારો આભાર માનવો છે, કેટલું સરસ જીવન આપ્યું, કેવી અદભુત દુનિયા આપી! તમે બનાવેલી[...]

    Published On: September 10, 2022
  • લેખ વાંચવાથી ઊર્જાવાન પણ થવાય : ડો. મયૂર દવે : ધારી

    સ્વામી વિવેકાનંદજીને વાંચીએ ત્યારે એક નવી જ ઊર્જા મળતા આપણે ઊર્જાવાન પણ બનીએ છીએ. એમની તસ્વીર દર્શન પણ નવો જોમ જુસ્સો આપી જાય છે. સ્વામીજીના કોઈ પુસ્તકને વાંચીએ ત્યારે સ્વામીજી આપણામાં વસી જાય છે. અને એ ઊર્જા આમૂલ પરિવર્તન લાવતી હોય છે. શાળાના બાળકો દફતરમાં સ્વામીજીની તસ્વીર રાખતા થયા છે.[...]

    Published On: August 31, 2022
  • સ્વામી વિવેકાનંદનો દેશ પ્રત્યે પ્રેમ : મીરા દેવલ : સુરત

    જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે, “આપણે જેટલું બીજાનું ભલું કરશું આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો એમાં વાસ થશે.” જેવી રીતે સ્વામીજીએ દેશના યુવકોને શક્તિશાળી બનવા કહ્યું અને સિંહની[...]

    Published On: August 25, 2022
  • વ્યક્તિ વિશેષની વાત્યુ – સ્વામી વિવેકાનંદ : કેતન ભટ્ટ : અમદાવાદ

    જ્યારે જ્યારે નાનો નરેન્દ્ર તોફાન કરીને આવે ત્યારે એની માં એને માથે પાણી નાખતી જાય અને ૐ નમ:શિવાય બોલતી જાય અને કહેવાય છે કે નાનો નરેન્દ્ર પછી શાંત થઈ જતો. હા, આજે આપણે જે નરેન્દ્રની વાત કરવાના છીએ તે બીજા કોઈ નહિ પરંતુ નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદ. ભારત[...]

    Published On: August 24, 2022
  • આજનો અર્ઘ્ય : રસેશ અધ્વર્યુ : ન્યૂ જર્સી

    આજનો અર્ઘ્ય... માતૃભાષા દિવસે “એક નિરીશ્વરવાદી મિત્રને અર્પણ” વાદળ જે ઢાંકવા સૂર્યને કરે લટકાં અનેક, અસ્તિત્વ એનું ક્યાંથી, જો સૂર્ય ઊજાળેજ નહિ એને? જેનું એક કિરણ અંધાર ભર્યા આખા ઓરડાને અજવાળી શકે, એક નિમિષ માત્રમાં... એ સમર્થ આગળ તો આપણા આભારના અર્ઘ્યનીય શું કિંમત? આપણા અજ્ઞાનમાં આપણે ઈશ્વરને નકારીએ, સમગ્ર[...]

    Published On: August 24, 2022
  • આત્મશ્રદ્ધા : કિંજલ રામકૃષ્ણ વાઘેલા : અમરેલી

    જ્યારથી હું જીવન , આત્મા અને આ દુનિયાને ઓળખતી થય છું અને જ્યારે મે મારી જાત ને ઓળખી છે , તેની ક્ષમતા ને પારખી છે અને એક અડગ વ્યક્તિત્વ બનાવ્યું છે તે માત્ર સ્વામીજીનો એક જ વિચાર છે જે મારા પર અમીટ છાપ છોડી ને ગયો છે ; "આત્મશ્રદ્ધા માણસ[...]

    Published On: August 18, 2022
  • મને સ્વામી વિવેકાનંદ પાસેથી શું શીખવા મળ્યું : ધ્રુવ જોષી : ભરૂચ

    આ લેખ વાંચી રહેલ તમામ પવિત્ર આત્માને મારા નમસ્કાર. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદજીના જીવનનો મારા પર ઘણો જ પ્રભાવ પડ્યો છે. સ્વામી વિવેકાનંદનું જીવન પુસ્તકાલય જેવુ છે,જેમ પુસ્તકાલયમાંથી હર હંમેશ જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે છે તેમ સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પણ હરહંમેશ નીતનવું જીવનલક્ષી જ્ઞાન,કૌશલ્ય મળતું[...]

    Published On: August 18, 2022