જ્યારે જ્યારે નાનો નરેન્દ્ર તોફાન કરીને આવે ત્યારે એની માં એને માથે પાણી નાખતી જાય અને ૐ નમ:શિવાય બોલતી જાય અને કહેવાય છે કે નાનો નરેન્દ્ર પછી શાંત થઈ જતો.

હા, આજે આપણે જે નરેન્દ્રની વાત કરવાના છીએ તે બીજા કોઈ નહિ પરંતુ નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદ.

ભારત વર્ષના ઇતિહાસમાં આટલી નાની ઉંમરમાં ભારતનું નામ અને સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કર્યું હોય તો એ સ્વામી વિવેકાનંદ હતા.

મોટાભાગની સામાજિક વ્યક્તિ તેના જીવનની ઉતરાવસ્થામાં જ લાઈમ લાઈટ માં આવ્યા છે જ્યારે સ્વામીજીએ માત્ર 39 વર્ષની આયુ રેખામાં ભારતનું નામ અને સંસ્કૃતિ વિશ્વમાં ફેલાવી.

આજનો યુગ હોય, અગાઉનો યુગ હોય કે આવનારો યુગ હોય, તેમની વિચારધારા પ્રત્યેક યુગમાં પ્રસ્તુત રહી છે અને રહેશે.

માનવજીવની રક્ષાની વાત તો દૂર એમણે તો જીવથી જીવની રક્ષાને પ્રાધાન્ય આપ્યું છે અને એટલે જ તેમના મંદિરોમાં બકરી અને સિંહ સાથે પાણી પીતા હોય તેવું ચિત્ર છે આ તેમની વિચારધારા છે.

નાનપણમાં રાજકોટની રામકૃષ્ણ આશ્રમમાં યોજાતી વકતૃત્વ અને મુખપાઠ સ્પર્ધામાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જેને લઈને તેમની અને ઠાકુર રામકૃષ્ણ પરમહંસ વિશે ઘણું જાણવા મળ્યું.

માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દત્તના છઠા સંતાન નરેન્દ્ર (વિવેકાનંદજી) નું મગજ ફોટોઇમેજિન હતું એટલે કે જે વસ્તુ, બુકનો પાઠ વાંચે તેનો ફોટો મગજમાં પડી જતો અને બધું કડકડાટ યાદ રહેતું.

એમના પિતાજી કલકત્તાના અગ્રીમ હરોળના સોલિસીટર હતા તેમના ઘરમાં જે જ્ઞાતિના લોકો આવે તેના માટે અલગ અલગ હુક્કો પીવાની વ્યવસ્થા હતી. નાત જાતમાં નહીં માનનાર નરેન્દ્રનાથે એક વાર બધા હુક્કા મોંએ અડાડી ચેક કર્યું કે કેવો જુદો જુદો સ્વાદ હોય?

પિતાજી ગર્ભ શ્રીમંત હોવાથી સહજ રીતે ઘરમાં જાહોજલાલી હોય પણ નરેન્દ્રનાથને વિવેકાનંદ બનવામાં એ ક્યાંય નડી નહિ એ બહુ મોટી વાત છે સાહેબ. જ્યારે તેઓ શિકાગો ખાતેની ધર્મ પરિષદમાં ભાગ લેવા ગયા અને તેમનું “My American’s brothers and Sisters” વાળું ઐતિહાસિક ભાષણ થયું એ પહેલાં એમ કહેવાય છેકે મેજ પર તેમણે ગીતા મૂકી અને એ ગીતા ઉપર બાકીના ધર્મના આગેવાનોએ પોતાના પુસ્તક રાખ્યા કુરાન બાઇબલ વિગેરે, ત્યારે કોઈ એ ટીખળ કરી અને સ્વામીજીને કહ્યું “તમારી ગીતા તો બીજા ધર્મના પુસ્તક નીચે દબાઇ ગઈ” ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો “ગીતા એ ધર્મનો પાયો છે હમણાં એને ખસેડીશ એટલે બધા ગ્રંથો પડી જશે”

ત્યારબાદ જ્યારે “અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો”ની સાથે ભાષણ શરૂ કર્યું ત્યારે કહેવાય છે કે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો અને મંચ પર ઉપસ્થિત અન્ય ધર્મ પ્રચારકો દિગ્મૂઢ બની ગયા. જ્યારે તમારી વાત કે વિચારનો લોકો દ્વારા સ્વીકાર થાય છે ત્યારે વિરોધીઓને “ચુપકીદીયોગ” પ્રાપ્ત થાય છે.

તેમણે દેશના યુવાનોને રાષ્ટ્રપ્રેમની મહત્તા સમજાવી. તેમનો રાષ્ટ્રપ્રેમ હમેશા “વસુધૈવ કુટુંકમ”ના આદર સાથેનો હતો.

જીવનના ઉતરાવસ્થામાં ગરીબોની સેવા કરી અને ગરીબોને રૂડું નામ “દરિદ્રનારાયણ” આપ્યું.

આવા બહુમૂલ્ય વ્યવક્તિત્વએ 4 જુલાઈ 1902ના રોજ પરલોક ગમન કર્યું. કાશ! તેઓ ફરી અવતાર ધારણ કરે એવી અભ્યર્થના સાથ સ્વામીજીને કોટી કોટી વંદન.

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.