(શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

પ્રકૃતિં પરમામભયાં વરદાં
નરરૂપધરાં જનતાપહામ્।
શરણાગત સેવકતોષકરીં
પ્રણમામિ પરાં જનનીં જગતામ્॥૧॥

ગુણહીનસુતાન્ અપરાધયુતાન્
કૃપયાદ્ય સમુદ્ધર મોહગતાન્।
તરણીં ભવસાગર – પાર – કરી
પ્રણમામિ પરાં જનનીં જગતામ્॥૨॥

વિષયં કુસુમં પરિહૃત્ય સદા
ચરણાંબુરુહામૃતશાંતિસુધામ્।
પિબ ભૃંગ મનો ભવરોગહરાં
પ્રણમામિ પરાં જનનીં જગતામ્॥૩॥

કૃપાં કુરુ મહાદેવિ સુતેષુ પ્રણતેષુ ચ।
ચરણાશ્રયદાનેન કૃપામયિ નમોઽસ્તુ તે॥૪॥
લજજાપટાવૃતે નિત્યં શારદે શાનદાયિકે।
પાપેભ્યો ન: સદા રક્ષ કૃપામયિ નમોઽસ્તુ તે।।પ।।

(૧) પરમ પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુઃખ હરનારી, શરણે આવેલા સેવકને સંતોષ આપનારી જગતની જનની પરાશક્તિને હું પ્રણામ કરું છું.

(૨) ગુણહીન સંતાનો (કે જે) અપરાધી અને મોહગ્રસ્ત છે, તેનો આજે ઉદ્ધાર કરો. ભવસાગર પાર ઉતારનારી નૌકાસ્વરૂપ જગતની જનની પરાશક્તિને હું પ્રણામ કરું છું.

(૩) વિષય કુસુમનો ત્યાગ કરી, હે મનભ્રમર! તું ભવ – રોગ દૂર કરનાર ચરણકમળોમાં શાંતિરૂપી અમૃતનું સદા પાન કર. જગતની જનની પરાશક્તિને હું પ્રણામ કરું છું.

(૪) હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો!

(૫) હે જ્ઞાનદાત્રી શારદાદેવી! તમે નિત્ય લજજારૂપી વસ્ત્રથી (સ્ત્રીનાં આભૂષણરૂપી લજજાથી) ઢંકાયેલાં છો. અમારું પાપથી રક્ષણ કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો!

રામકૃષ્ણગતપ્રાણાં તન્નામશ્રવણપ્રિયામ્।
તદ્ભાવરંજિતાકારાં પ્રણમામિ મુહુર્મુહુ:।।૬।।

પવિત્રં ચરિતં યસ્યા: પવિત્ર જીવનં તથા।
પવિત્રતાસ્વરૂપિણ્યૈ તસ્યૈ કુર્મો નમો નમ:।।૭।।

દેવીં પ્રસન્નાં પ્રણતાર્તિહંત્રીં
યોગીંદ્ર પૂજ્યાં યુગધર્મપાત્રીમ્।
તાં શારદાં ભક્તિવિજ્ઞાનદાત્રીં
દયાસ્વરૂપાં પ્રણમામિ નિત્યમ્॥૮॥

સ્નેહેન બધ્નાસિ મનોઽમ્મદીયં
દોષાનશેષાન્ સગુણી કરોષિ।
અહેતુના નો દયસે સદોષાન્
સ્વાંકે ગૃહીત્વા યદિદં વિચિત્રમ્।।૯।।

પ્રસીદ માતર્વિનયેન યાચે
નિત્યં ભવ સ્નેહવતી સુતેષુ।
પ્રેમૈકબિંદુ ચિરદગ્ધચિત્તે
વિષિંચ ચિત્તં કુરુ ન: સુશાન્તમ્॥૧૦।।

જનનીં શારદાં દેવીં રામકૃષ્ણં જગદ્ગુરુમ્।
પાદપદ્મે તયો: શ્રિત્વા પ્રણમામિ મુહુર્મુહુ:।।૧૧।।

(૬) શ્રીરામકૃષ્ણનું નામ જેમને અતિપ્રિય છે અને તેઓનાં ભાવમાં જ જેઓ ભાવિત થઈ ગયાં છે; તેવાં હે રામકૃષ્ણ-ગત-પ્રાણા! તમને વારંવાર પ્રણામ કરું છું.

(૭) જેમનું ચરિત્ર પાવનકારી છે, જેમનું જીવન પવિત્ર છે, જેઓ પવિત્રતા-સ્વરૂપિણી છે તેવાં તમને અમે વારંવાર પ્રણામ કરીએ છીએ.

(૮) શરણાગત પ્રત્યે પ્રસન્ન રહેનારી, પ્રણતજનોનાં દુ:ખ હરનારી, યોગીન્દ્રોની પૂજ્ય, યુગધર્મનાં અધિષ્ઠાત્રી, જ્ઞાનભક્તિદાયિની, દયા સ્વરૂપિણી દેવી શારદાને નિત્ય પ્રણામ કરું છું.

(૯) અમારા મનને તમે સ્નેહ વડે આબદ્ધ કરો છો. અમારા અશેષ દોષોને ગુણમય બનાવો છો; અને ખોળામાં લઈને અમે દોષયુક્ત હોવા છતાં, અમારા ઉપર અહેતુક દયા કરો છો, તે કેવું આશ્ચર્યકારક છે!

(૧૦) હે માતા! હું વિનયપૂર્વક યાચના કરું છું કે પુત્રો પ્રત્યે નિત્ય સ્નેહવતી થાઓ. અને ચિરદગ્ધ ચિત્તમાં પ્રેમનું એક બિન્દુ નાખીને અમારા ચિત્તને શાંત કરો.

(૧૧) જગજજનની શારદાદેવી અને જગદ્ગુરુ રામકૃષ્ણ દેવ બંનેનાં શ્રીચરણકમલનો આશ્રય લઈને હું વારંવાર પ્રણામ કરું છું.

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.