ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨?
ભારનું વાહન કોણ બની રહે નહિ અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન,
સજલ મેઘની શાલયે સોહે રંગધનુષની કો૨.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨?
જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળ ફૂલ,
કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલ:
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભો૨.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જો૨?
આપણે ના કંઈ રંક ભર્યોભર્યો મંહ્યલો કોશ અપાર,
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર:
આભ ઝરે ભલે આગ, હસીહસી ફૂલ ઝરે ગુલમ્હો૨.
ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જો૨?

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.