કાશ! કે

આ આકાશ આખું ઊડી જાય

ને રહી જાય માત્ર પંખી;

આકાશનું અસ્તિત્વ આપણી આંખો લઈ લે.

કાશ! કે

આ સૃષ્ટિ ફરી શૂન્યમાં વિલીન થાય

ને નિરાકારી પ્રભુ આકાર લઈ લે.

આકાશનું અસ્તિત્વ

અને આકાશી પ્રભુ

એ બે વચ્ચે રહી જાય માત્ર પેલું પંખી,

કે જે હોવાની શક્યતા છે… પ્રેમ!

કાશ! કે…

– મહેશચંદ્ર ‘નિસ્તેજ’

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.