શિક્ષણ શાસ્ત્રીઓએ શિક્ષણની ફિલસૂફી અને શિક્ષણનો સંબંધ નીચે મુજબ બતાવ્યો છે :

‘Education is the dynamic side of philosophy.’

‘કેળવણી એ ફિલસૂફીનું ક્રિયાત્મક પાસું છે.’ સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનું સ્પષ્ટ દર્શન આપણને રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સંચાલિત શિક્ષણની અનેક સંસ્થાઓમાં જોવા મળે છે. ‘મનુષ્ય બનો અને મનુષ્ય બનાવો’ એ સ્વામીજીએ આપેલ સૂત્રને સાકાર કરવા રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ચાલતી શિક્ષણની સંસ્થાઓ તનતોડ મહેનત કરતી હોય છે. એમાંની થોડી સંસ્થાઓ ઉપર દૃષ્ટિપાત કરીએ.

નરેન્દ્રપુર

રામકૃષ્ણ મિશનની એક શાખા તરીકે ઉદ્ભવેલી ‘નરેન્દ્રપુર’ નામની સંસ્થા વિશેષ કરીને એની શૈક્ષણિક પ્રવૃત્તિથી ઘણી જ પરિચિત છે. બંગાળના, ૧૯૪૩ના દુષ્કાળ પછી તરત જ, સ્થાપવામાં આવેલી આ સંસ્થા શરૂઆતમાં તો અનાથ બાળકો અને ગરીબ બચ્ચાંઓ માટે આશ્રયસ્થાન રૂપે જ હતી. પરંતુ ૧૯૫૭માં કલકત્તાી સોળ કિલોમીટર દૂર વિશાળ ભૂમિ પર એક સંકુલ સ્વરૂપે ઊભી થયેલી આ સંસ્થા અત્યારે તો વટવૃક્ષ સમાન બની ગઈ છે, દેશ-વિદેશના લોકોનું એક આકર્ષણ કેન્દ્ર બની ગઈ છે. લગભગ ૨,૦૦૦ (બે હજાર) છાત્રવાસી વિદ્યાર્થીઓથી ધમધમતી આ સંસ્થા બાગ, બગીચાઓ, ખેતરો, વૃક્ષો અને વનરાઈઓથી શોભી રહી છે. જાહેર પરીક્ષા દ્વારા પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જીવનનું રસાયણ પ્રાપ્ત કરે છે. વળી પછાત જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમ જ વિકલાંગો માટે પણ આ સંસ્થાનાં દ્વાર હંમેશાં ખુલ્લાં છે.

નરેન્દ્રપુરની પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે બતાવવામાં આવી છે :

– સામાન્ય શિક્ષણ

– ટૅકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ

– વિકલાંગો માટેનું શિક્ષણ

– પછાત વર્ગ માટેની કલ્યાણ પ્રવૃત્તિ

– યુવા નેતાગીરી, બાલકલ્યાણ, લોકશિક્ષણ, અને ગ્રામ શહેરી વિકાસ માટેની સુગ્રથિત પ્રવૃત્તિઓ

– તબીબી પ્રવૃત્તિ અને અન્ય.

સામાન્ય શિક્ષણ– General Education અંતર્ગત નીચેની શિક્ષણ સંસ્થાઓ કામ કરી રહી છે :

– વિદ્યાર્થી ગૃહ

– આવાસી -ડિગ્રી કૉલેજ –

– આવાસી -સૅકંડરી સ્કૂલ –

– પ્રાથમિક શાળા – શિશુ વિદ્યાવિથિ

– સૅન્ટ્રલ લાયબ્રેરી – મધ્યસ્થ પુસ્તકાલય (લગભગ ૬૧૦૦૦ પુસ્તકો)

ટૅકનિકલવ્યાવસાયિક શિક્ષણ

– જુનિયર ટૅકનિકલ સ્કૂલ

– કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુટ

– ઓટોમોબાઇલ ઍન્જિ. મૉટર મિકેનિક ટ્રેનિંગ સેન્ટર.

શારીરિક વિકલાંગ, અંધ વિદ્યાર્થીઓ માટેની સંસ્થા

– સંગીત, લેથકામ, ટર્નિંગ વગેરે

– મરઘાં ઉછેર, ડેરીકામ, બાગકામ, ખેતીકામ.

– પછાત જાતિ માટેની કલ્યાણ પ્રવૃત્તિ. તેમ જ લોક શિક્ષણ માટેની પ્રવૃત્તિઓ.

આ રીતે ‘મનુષ્યના સર્વાંગીણ વિકાસ’ માટેની કેળવણીનો આદર્શ નરેન્દ્રપુરમાં ચરિતાર્થ થાય છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ પણ અજોડ હોય છે. નરેન્દ્રપુર, એ સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદના મૂળ નામમાં ચાર ચાંદ લગાવે છે.

રામકૃષ્ણ મિશન-સારદાપીઠ

સ્વામી વિવેકાનંદની કેળવણીની વિચારધારાને ક્રિયાન્વિત કરવા, ‘સારદાપીઠ’ શૈક્ષણિક અભિયાન ૧૯૪૧ના માર્ચ, મહિનામાં શરૂ કરવામાં આવ્યું. બેલુર, રામકૃષ્ણ મિશનની એક શાખા તરીકે આ સંસ્થા અમલમાં આવી. સંસ્થાના મુખ્ય વિભાગો નીચે પ્રમાણે છે :

તત્ત્વમંદિર :

પ્રાર્થના, સત્સંગ,રામનામ સંકીર્તન વગેરે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.

વિદ્યામંદિર :

મહાવિદ્યાલય – કૉલેજ. કલકત્તા યુનિ. સાથે જોડાણ. ૧૯૪૧માં શરૂ કરવામાં આવી. આવાસી મહાવિદ્યાલય. આર્ટ્સ સાયન્સના વિષયો,

પાંચ છાત્રાલયો, લગભગ ૫૦૦ છાત્રોનો સમાવેશ.

N.C.C. N.S.Sનું કાર્ય પણ ખૂબ જ સ્તુત્ય ગણાય છે.

નિરક્ષરો માટે રાત્રિવર્ગો.

૨૫,૦૦૦ – પુસ્તકોથી સુસજ્જ પુસ્તકાલય.

સંગીત, રમતગમત, કસરત પર વિશેષ ધ્યાન.

કૉમ્પ્યુટર યુનિટ,

શિક્ષા મંદિર :

સરકાર માન્ય, શિક્ષકો તૈયાર કરતી આવાસી કૉલેજ –

શિલ્પમંદિર :

૧૯૪૫, ઔદ્યોગિક સંસ્થા ઉદ્યોગ શાળા, ત્રણ વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ સિવિલ, ઈલૅકિટ્રકલ અને મિકેનિકલ

શિલ્પાયતન :

I.T.I. ઉચ્ચ માધ્યમિક વ્યાવસાયિક છોકરાઓ માટેનો અભ્યાસક્રમ.

જનશિક્ષામંદિર :

૧૯૪૯માં, જનશિક્ષા માટે આ વિભાગ શરૂ. લગભગ ૪૧ ગામડાંઓમાં ‘શિક્ષા’ અભિયાન,

– નિર્ધૂમ ચુલા, ગોબર ગૅસ યોજના

– પુસ્તકાલયમાં ૨૩,૦00 પુસ્તકોની વ્યવસ્થા.

સમાજસેવક શિક્ષણમંદિર :

સમાજ સેવકો તૈયાર કરવા – મૂલ્યો ત૨ફ અભિગમ કેળવવા.

આ રીતે સારદાપીઠ શિક્ષણ સંસ્થા પણ પોતાની રીતે અદ્‌ભુત કામ કરી રહી છે.

રાંચી – રામકૃષ્ણ આશ્રમ

રાંચી – રામકૃષ્ણ આશ્રમની વિશિષ્ટતા એ છે કે સમગ્ર પ્રવૃત્તિ એ ગ્રામાભિમુખ અને દીન હીન સેવાર્થે શરૂ થયેલ છે.

– શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ

– આધ્યાત્મિક

– સ્વાસ્થ્યરક્ષા

ગ્રામાભિમુખ પ્રવૃત્તિઓ

દિવ્યાયન – છ અઠવાડિયાની તાલીમ. ઉપરાંત ખેતીવાડી, બાગકામ, મરઘાં ઉછેર, ડેરી, સુથારી, વેલ્ડિંગ, લેથ, મધમાખી ઉછેર, વગેરે અભ્યાસક્રમો ૩ માસ અને અમુક છ માસના છે.

ગામડાંઓમાંવિવેકાનંદ સેવા સંઘ, દૃશ્ય શ્રાવ્ય કાર્યક્રમો, ગ્રામ-રાત્રિ શાળા, કૃષિ સુધારણા, જમીન નવસંસ્કરણ, ખેત૨ ઉપર નિદર્શન, કૂવા ગાળવા, કૂવાનું પુનર્જીવન, કિસાનમેળો, પાકમાં વિવિધતા, અંદરથી રોગમુક્તિ, ગોબર ગૅસ પ્લાંટ વગેરે.

૧૯૭૭માં દિવ્યાયનની ગ્રામાભિમુખ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને ‘ઈન્ડિયન કાઉન્સિલ ઑફ ‘ઍગ્રિકલ્ચર ઍન્ડ રિસર્ચ, સંસ્થાએ દિવ્યાયનને ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’નું કાયમી સ્થાન આપ્યું જે ‘KVK’ ના નામથી જાણીતું છે.

શાળા-મહાશાળાઓની ચાર દીવાલો વચ્ચે અપાતું શિક્ષણ ઔપચારિક શિક્ષણ, ઘર, સમાજ અને વાતાવરણ દ્વારા મળતું શિક્ષણ અનૌપચારિક શિક્ષણ, પણ KVK દ્વારા અપાતું શિક્ષણ એ વિધેયાત્મક શિક્ષણ. Non – Formal Education. આ પ્રકારના શિક્ષણની ખૂબ જ સધન અને ઊંડી અસર પડે છે, એ ‘દિવ્યાયન’ સંસ્થા દ્વારા સાબિત થઈ ચૂક્યું છે.

રામકૃષ્ણ વિદ્યાર્થી ગૃહ : રહારા

‘આત્મનો મોક્ષાર્થમ જગત્ હિતાય ચ’ના સૂત્રને સાર્થક કરતી ‘રહારા’ની ‘અનાથાલય’ સંસ્થા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ખૂબ જ જાણીતી છે. ૧૯૪૪ના ભયંકર દુષ્કાળમાં અનાથ બની ગયેલા ૩૭ છોકરાઓથી આ સંસ્થા શરૂ કરવામાં આવેલી.

તંદુરસ્ત, સ્વશિસ્ત ધરાવતા આ અનાથ બાળકો સમાજનું અગત્યનું અંગ બની રહે એ આ સંસ્થાના પ્રયાસો છે.

અત્યારે અનાથાશ્રમમાં ૬૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ડિગ્રી કૉલેજમાં ૧,૧૫૩ વિદ્યાર્થીઓ, જુનિયર બેઝિક સ્કૂલમાં ૧,૦૩૨ વિદ્યાર્થીઓ, જુનિયર હાઇસ્કૂલમાં ૪૯૫ વિદ્યાર્થીઓ, હાઇસ્કૂલમાં ૮૧૫ વિદ્યાર્થીઓ અને જુનિયર ટૅકનિકલ સ્કૂલમાં ૧૧૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ઔપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓ તથા વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમો આપતી સંસ્થાઓથી ‘રહારા’ એ ખૂબ જ જાણીતું કેન્દ્ર બની રહ્યું છે.

રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોઈમ્બતૂર

આફતો અને આંધી વચ્ચે શરૂ થયેલ આ વિદ્યાલય અત્યારે તો, માત્ર દક્ષિણ ભારતમાં જ નહિ, પરંતુ સમગ્ર ભારતમાં જાણીતું બન્યું છે.

ફક્ત પાંચ રૂપિયાની મૂડીથી અને એક જ હરિજન વિદ્યાર્થીથી ૧૯૩૦માં શરૂ થયેલ આ કેન્દ્રે કંઈક તડકા છાંચડા જોયા, તત્કાલીન રૂઢિચુસ્ત હિન્દુ સમાજે, સંસ્થાએ હરિજન વિદ્યાર્થીને દાખલ કર્યો એની સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો. પરંતુ આવિનાશલિંગમ જેવી દેશપ્રેમી અને પ્રગતિશીલ વ્યક્તિના સબળ નેતૃત્વથી આ સંસ્થા વટવૃક્ષમાં ફેરવાઈ ગઈ. આજે તો ત્રણસો એકરના વિશાળ સંકુલમાં, અનેક શિક્ષણ સંસ્થાઓ ઊભી થઈ છે.

– આવાસી માધ્યમિક શાળા

– સ્વામી શિવાનંદ ઉચ્ચતર માધ્ય. શાળા

– ટી.એ.ટી.કલા નિલયમ : બાલવાડીથી આઠ ધોરણ

– પૉલિ ટૅકનિક

– ગાંધી ટિચર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટયુટ – ખેતીવાડી અને ગ્રામવિકાસ કેન્દ્ર

– આઈ.ટી.આઈ.

– બી.ઍડ્., ઍમ. ઍડ્. કોલેજ

– સંશોધન કેન્દ્ર

– અંધવિદ્યાર્થીઓ માટે બ્રેઈલ સંસ્થા

– શારીરિક શિક્ષણ સંસ્થા

– આર્ટસ, સાયન્સ કૉલેજ તથા દવાખાનાં વગેરે. ૮ છાત્રાલયોમાં ૧૩૨૨ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં નિવાસ કરે છે.

આમ, આ સંસ્થાનું શૈક્ષણિક, સામાજિક પ્રદાન અજોડ બની રહ્યું છે.

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ કૉલેજ-ચેન્નાઈ (મદ્રાસ)

૧૯૪૬, ૨૧, જૂનના રોજ વિવેકાનંદ કૉલેજની સ્થાપના થઈ. મદ્રાસના જનજીવન સાથે એક રસ બની ગયેલી ‘વિવેકાનંદ કૉલેજ’માં ધર્મ, સંસ્કૃતિ, વેદગાન, ફિલસૂફી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દિવસની કૉલેજમાં ૨,૦૦૦ વિદ્યાર્થીઓ અને રાત્રિ કૉલેજમાં ૫૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી આ કૉલેજ, પુસ્તકાલયમાં લગભગ એક લાખ પુસ્તકો અને એકસો પચાસ સામયિકોની સંખ્યા ધરાવે છે. અનુસ્નાતક કક્ષાએ પણ કૉલેજની કામગીરી પ્રશંસનીય રહી છે. ‘ઈન્ડિયા ટુડે’ના સર્વેક્ષણ મુજબ દેશની પ્રથમ દસ શ્રેષ્ઠ કૉલેજમાં આ કૉલેજનો સમાવેશ થાય છે.

અભ્યાસેતર પ્રવૃત્તિઓ ઉપરાંત ‘ફોટોગ્રાફી, ઍસ્ટ્રૉનૉમિ, ઈલેક્ટ્રૉનિકસની પણ કલબ ચાલે છે. શારીરિક શિક્ષણ, ઍન. સી.સી.,ઍન.ઍસ.ઍસ.નું કામ પણ દાદ માગી લે એવું છે. દક્ષિણ ભારતમાં વિવેકાનંદ કૉલેજ, ખૂબ જ ખ્યાતિ ધરાવે છે.

અબુઝમાડ શિક્ષણ સંકુલ :

મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના અબુઝમાડ વિસ્તારના અત્યંત પછાત આદિવાસીઓ માટે ૧૯૮૫માં નારાપુરને કેન્દ્ર બનાવી આકબેડા, કુતુલ, કરચપલ, કુંડલા અને ઇરકાભટ્ટી ગામોમાં વિભિન્ન સેવાપ્રવૃત્તિઓ ચાલે છે. દરેક શાખામાં ૮૦ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. નારાયણપુરના આવાસી વિદ્યાલયમાં ૪૩૪ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ નિઃશુલ્ક વ્યવસ્થા છે. આ વિદ્યાર્થીઓએ શિક્ષણ, રમત-ગમત તેમ જ ઇત્તર પ્રવૃત્તિઓમાં અસાધારણ પ્રતિભા દાખવી છે.

આલોંગ :

અરુણાચલમાં આદિવાસી ક્ષેત્રમાં ૧૯૬૬થી રામકૃષ્ણ મિશન દ્વારા અંગ્રેજી માધ્યમની ઉચ્ચત્તર માધ્યમિક શાળા ચાલે છે, જેમાં ૧,૮૩૩ વિદ્યાર્થીઓ (બહેનો – ૫૭૨) અભ્યાસ કરે છે. ૨૭૫ આદિવાસી વિદ્યાર્થીઓ માટે રહેવા – ખાવાપીવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે. અભ્યાસ તેમ જ રમત – ગમતના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ આ શાળાના વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભા દાખવી છે.

નરોત્તમનગર :

આ શાળા પણ અરુણાચલના આદિવાસીઓ માટે ૧૯૭૧માં તિર૫ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવી. અંગ્રેજી માધ્યમની આ નિવાસી શાળામાં ૬૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

પુરુલિયા વિદ્યાપીઠ (પ. બંગાળ) :

૧૯૫૮માં પ્રારંભ કરવામાં આવેલ આ આદિવાસી શાળામાં ૬૭૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભારત સરકાર દ્વારા તેને મૉડૅલ સ્કૂલ માનવામાં આવે છે.

દેવધર વિદ્યાપીઠ (બિહાર) :

સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકૅન્ડરી એજ્યુકેશન દ્વારા માન્યતા પ્રાપ્ત આ અંગ્રેજી માધ્યમની નિવાસી શાળામાં ૩૭૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ચેરાપુંજી (મેઘાલય) :

મેઘાલયના આદિવાસી વિસ્તારના આ કેન્દ્ર દ્વારા એક ઉચ્ચતર માધ્યમિક શાળા, ૧૩ ઍન.ઇ. સ્કૂલ અને ૩૩ પ્રાથમિક શાળાઓનું સંચાલન થાય છે, જેમાં કુલ ૨,૩૧૧ વિદ્યાર્થીઓ અને ૨,૦૯૨ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી આ બધી શૈક્ષણિક સંસ્થાઓ દેશનું ગૌરવ વધારે છે. આ સંકલન તો માત્ર એની એક ઝલક જ છે.

સંકલન : ક્રાંતિકુમાર જોશી

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.