हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्।
तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥१५॥

पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्य मुखम् अपिहितं, સત્યનો ચહેરો ઢંકાઈ ગયેલો છે; त्वम् तत् अपावृणु, કૃપા કરીને તમે એને દૂર કરી દો; सत्यधर्माय दृष्टये, કે જેથી સત્યધર્મનો સાધક એવો હું એને જોઈ શકું.

સત્યનો ચહેરો, ચળકતા ગોળ પાત્ર (ચક્રાકાર પાત્ર) વડે ઢંકાયેલો છે. હે સૂર્ય, જીવનને તેમજ આ જગતમાં જે કંઈ છે તેનું પાલનપોષણ કરનાર! કૃપા કરીને એ ચળકતા ચક્રાકાર પાત્રને દૂર કરી દો, કે જેથી સત્યની ઝંખના કરતો એવો હું એને જોઈ શકું. (૧૫)

पूषन्नेकर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मीन्समूह तेजः।
यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि॥१६॥

पूषन, હે સૂર્ય, હે જગતના પાલકપોષક; एकर्षे, હે એકર્ષિ, હે એકલપ્રવાસી; यम, હે યમ, હે (સત્ય અને પુણ્યના માર્ગના) પથપ્રદર્શક; सूर्य, હે સૂર્ય; प्राजापत्य, હે પ્રાજાપત્ય, હે સર્વ પ્રાણીઓના દેવ એવા પ્રજાપતિના પુત્ર; रश्मीन् व्यूह, તમારાં કિરણોને ભેળાં કરો; समूह तेजः, તમારા તેજને પાછું ખેંચી લો; यत् ते, કે જેથી તમારું; कल्याणतमम् रुपम, અત્યંત કલ્યાણ સ્વરૂપને; ते तत् पश्यामि, તેને હું જોઈ શકું; यः असौ असौ पुरुषः, જે આ પુરુષ છે; सः अहम् अस्मि, તે હું છું.

હે પાલક-પોષક, એકલપ્રવાસી, હે માર્ગદર્શક, હે સૂર્યદેવ, હે પ્રજાપતિના પુત્ર, કૃપા કરીને તમારાં કિરણોને સંકેલી લો; તમારા તેજને પાછું વાળી લો; હું તમારા અતિ સુંદર અને અતિ કલ્યાણકારી રૂપને જોવા ઇચ્છું છું. તમારી અંદર જે એક પુરુષ છે તે પુરુષ હું છું. (૧૬)

Total Views: 63
By Published On: March 22, 2024Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.