ગુજરાત રાજ્ય ધરતીકંપ રાહતસેવા

૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાત પર આવેલી ધરતીકંપની આફતે મહાવિનાશ નોતર્યો હતો. પહેલાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રાથમિક રાહત સામગ્રી સાથે આફતગ્રસ્ત લોકોની સહાય કરી હતી. પ્રાથમિક રાહતસેવાકાર્ય હેઠળ રાજકોટ અને કચ્છ જિલ્લાનાં ૨૦૦ ગામડાંનાં ૫૦૦૦ થી વધુ કુટુંબો અને ૨,૪૦,૦૦૦થી વધુ લોકોને આવરી લીધાં હતાં. દૈનંદિન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ : ચોખા, ઘઉં, તેલ, મસાલા, કપડાંની સહાય અપાઈ હતી. આફતગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રયસ્થાન મળી રહે એ માટે ૪૦૦૦ કુટુંબોને કુટુંબદીઠ ૬ સિમેન્ટ શિટ્સ, ૧૩ વળી, નટબોલ્ટની કિટનું વિતરણકાર્ય તેમજ તાલપત્રીનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું. આ સમગ્ર યોજના હેઠળ રૂ. ૨,૪૧,૦૦,૦૦૦ વાપરવામાં આવ્યા છે. રામકૃષ્ણ મિશન, પોરબંદર અને રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા પણ અનુક્રમે પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, જિલ્લામાં પ્રાથમિક રાહતસેવાકાર્ય હાથ ધરાયું હતું.

ભૂજ પાસેના ધાણેટી ગામની ટાઉનશીપમાં બંધાનારાં ધરતીકંપથી આરક્ષિત રહે તેવાં ૨૪૦ પાકાં મકાનો પૈકી ૧૦૦ મકાનોના પાયાનું ખોદકામ પૂરું થયું છે. વીજળી તેમજ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ૨૪૦ મકાનો તેમજ વિશાળ પ્રાર્થનાખંડ – સમાજમંદિર અને વિશાળ શાળાના મકાનના બાંધકામ પાછળ રૂ. ૩.૪૪ કરોડ ખર્ચાશે. આ ઉપરાંત બીજા નાનાં પુનર્વસન કાર્યોનું આયોજન થઈ રહ્યું છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદરનું ધરતીકંપ રાહતસેવાકાર્ય

બગવદર, વડાળા ગામમાં, પોરબંદરના વાડી વિસ્તારમાં અને મિશનનાં પ્રાંગણમાં આમ કુલ ચાર નિ:શુલ્ક છાશકેન્દ્ર શરૂ થયાં છે. જેમાં ૪૪૦ પરિવારોને છાશ આપવામાં આવે છે. ૧૫મી માર્ચે મિશન દ્વારા યોજાયેલ નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૨૬૦ દર્દીઓની ચકાસણી થઈ હતી અને ૧૭ ઓપરેશન થયાં હતાં. ૧૩મી એપ્રિલના રોજ વિસાવડા ખાતે યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૭૩ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી અને ૧૦ ઓપરેશન થયાં હતાં. 

રામકૃષ્ણ મિશન : ગુજરાત ધરતીકંપ પુનર્વસન પ્રકલ્પ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થનારાં પુનર્વસન સેવાકાર્યો :

ધાણેટી : ૨૪૦ રહેણાંક મકાનો, શાળા, મંદિર, સમાજમંદિર, પાણી વ્યવસ્થા અને થોડી દુકાનોના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૩.૪૪ કરોડ ખર્ચાશે.

કનૈયા નગર : (ધાણેટીથી ૧૨ કી.મી. દૂર) ૬૦ રહેણાંક મકાનો, શાળા, મંદિર, બાળક્રીડાંગણના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૧ કરોડ ખર્ચાશે.

કંડેરાઈ : (ધાણેટીથી ૧૨ કી.મી. દૂર) એક શાળાના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૨૨ લાખ ખર્ચાશે.

મામુવારા : (ધાણેટીથી ૬ કી.મી. દૂર) એક શાળાના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૨૨ લાખ ખર્ચાશે.

ભૂજ : ૮૦ રહેણાંક મકાનો, શાળા, પ્રાર્થનાખંડ-સમાજમંદિરના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૧.૦૬ કરોડ ખર્ચાશે.

ક્રમ ૧ થી ૫ના પ્રકલ્પ હેઠળ કુલ રૂ. ૫.૯૪ કરોડ ખર્ચવામાં આવશે.

રામકૃષ્ણ મિશન : ગુજરાત ધરતીકંપ પુનર્વસન પ્રકલ્પ

(અ) રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા થનારાં પુનર્વસન સેવાકાર્યો :

જાંબડી : (લીંબડીથી ૧૦ કી.મી. દૂર) ૨૦૦૦ ચો.ફૂટના બાંધકામવાળી એક શાળાના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૬ લાખ ખર્ચવામાં આવશે.

લીંબડી : ૮૦૦૦ ચો.ફૂટના બાંધકામવાળી એક શાળાના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૨૪ લાખ ખર્ચવામાં આવશે.

રામરાજપુર : (લીંબડીથી ૧૫ કી.મી. દૂર) ૪૦૦૦ ચો.ફૂટના બાંધકામવાળી એક શાળાના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૧૨ લાખ ખર્ચવામાં આવશે.

(બ) નીચેની યોજનાઓ વિચારણા હેઠળ છે.

૧૦૦ કટુંબોને તમારું ઘર તમે સ્વયં બાંધો એ યોજના હેઠળ રૂ. ૨૦,૦૦૦ના સિમેન્ટ, ઈંટ, વગેરે સામગ્રી વિતરણ સેવા હેઠળ રૂ. ૨૦ લાખ ખર્ચાશે.

પાણી સંગ્રહ માટે ૫ તળાવો ગાળવાના પ્રત્યેક તળાવ દીઠ રૂ. ૨ લાખ લેખે કુલ રૂ. ૧૦ લાખ વપરાશે.

લીંબડીની ૩ સરકારી પ્રાથમિક શાળાના બાંધકામ હેઠળ શાળા દીઠ રૂ. ૨૪ લાખ લેખે રૂ. ૭૨ લાખ ખર્ચાશે.

ઉચ્ચતર માધ્યમિક શાળાના પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેના ૩ હોસ્ટેલના મકાનોનાં બાંધકામ હેઠળ રૂ. ૪૫ લાખ વપરાશે.

ક્રમ (અ) ૧ થી ૩ અને (બ) ૧ થી ૪ના પ્રકલ્પ હેઠળ કુલ રૂ. ૧.૮૯ કરોડ ખર્ચવામાં આવશે.

રામકૃષ્ણ મિશન : ગુજરાત ધરતીકંપ પુનર્વસન પ્રકલ્પ

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા થનારાં પુનર્વસન સેવાકાર્યો :

ભારવાડા : (પોરબંદરથી ૧૨ કી.મી. દૂર)૩૦ રહેણાંક મકાનો, એક શાળા, પ્રાર્થના ખંડ, સમાજ મંદિરના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૭૨ લાખ ખર્ચવામાં આવશે. (પોરબંદર જિલ્લા પંચાયતે આ પુનર્વસનકાર્ય માટે ૩ એકર જમીન આપી છે.)

કેશવ : ૨૦ રહેણાંક મકાનો, શાળાનાં મકાનનાં બાંધકામના પુનર્વસનકાર્ય હેઠળ રૂ. ૩૬ લાખ ખર્ચવામાં આવશે.

તમારું ઘર તમે સ્વયં બાંધો એ યોજના હેઠળ પોતાની જૂની જગ્યાએ ભારવાડામાં સરકારી સહાયની મદદથી મકાન બાંધનારાં ૩૦૦ કુટુંબોને કુટુંબ દીઠ ૧૦૦ થેલી સિમેન્ટ વિતરણ સેવા હેઠળ રૂ. ૪૫ લાખ ખર્ચાશે.

૯ શાળાનાં મકાનો પ્રત્યેક શાળા દીઠ ૮ લાખના ખર્ચે થનારા પુન:બાંધકામ હેઠળ રૂ. ૭૨ લાખ વપરાશે.

ક્રમ ૧ થી ૪ના પ્રકલ્પ હેઠળ કુલ રૂ. ૨.૨૫ કરોડ ખર્ચવામાં આવશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કુલ ૫.૯૪ કરોડ, રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧.૮૯ કરોડ અને રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૨.૨૫ કરોડના પુનર્વસનકાર્યો એમ કુલ મળીને સમગ્ર પુનર્વસન યોજના હેઠળ ૧૦.૦૮ કરોડ ખર્ચાશે.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.