રામકૃષ્ણ મઠ-મિશનનું ગુજરાત ધરતીકંપ પુનર્વસનકાર્ય

કેન્દ્ર શાળાઓ સમર્પણ સ્લેબ સુધી રુફ લેવલ લિન્ટેલ પ્લીંથ ખોદકામ
પોરબંદર ૨૧
લીંબડી
સુરેન્દ્રનગર

ધાણેટી (કચ્છ)માં શરૂ થયેલાં પુનર્વસનકાર્યમાં ૨૦ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે, ૩૦ મકાનોનું સ્લેબ સુધીનું, ૧૦ મકાનોનું રુફ લેવલ સુધીનું, ૪૪ મકાનોનું લિન્ટેલ લેવલ સુધીનું, ૨૮ મકાનોનું સીલ લેવલ સુધીનું, ૩૦ મકાનોનું પ્લીંથ લેવલ સુધીનું, ૧૮ મકાનોનું ગ્રાઉન્ડ લેવલ સુધીનું અને ૬ મકાનોનું ખોદકામ થયેલ છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નવનિર્મિત વિવેકાનંદ વિદ્યામંદિરનો સમર્પણવિધિ

ગુજરાત રાજ્યના ધરતીકંપગ્રસ્ત પોરબંદર જિલ્લામાં રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૨૧ શાળાઓનું પુનર્વસનકાર્ય હાથ ધરાયું છે. તેમાંની વનાણા ગામની પ્રાથમિક શાળાનો સમર્પણવિધિ ભારત સરકારના ભારે ઉદ્યોગો અને જાહેર સાહસ વિભાગના રાજ્યમંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે એમણે રામકૃષ્ણ મિશનની સેવાઓને બિરદાવી હતી અને આ શાળામાં ભણનારા વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશમાંથી પ્રેરણા મેળવીને મહાન ચારિત્ર્યવાન અને સંસ્કારી નાગરિકો બને તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સંસદ સભ્યશ્રી ગોરધનભાઈ જાવિયા, ધારાસભ્યશ્રી કરસનભાઈ ઓડેદરા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજશી પરમાર ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોરબંદર જિલ્લામાં ભૂકંપરાહતસેવા અને પુનર્વસન સેવાકાર્યનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદે પ્રબોધેલા ‘શિવજ્ઞાને જીવસેવા’ના સંદેશ પ્રમાણે વિદ્યાર્થીનારાયણની સેવા કરવાનો અમને આ એક અમૂલ્ય અવસર મળ્યો છે.

ઓરિસ્સા પૂરરાહત તત્કાલ સેવાકાર્ય હેઠળ આવરી લીધેલાં ગામડાં અને લાભાર્થીઓ

કેન્દ્ર જિલ્લા તાલુકા ગામડાં અનાજ લાભાર્થી રાંધેલઅનાજ લાભાર્થી દર્દી લાભાર્થી
પુરી મઠ પુરી સદર,ગોપ, બ્રહ્મગીરી, કાકટપુર ૯૫ ૧૩૨૪૯ ૮૪,૯૮૦ ૨,૪૭૭
પુરી મિશન પુરી પુરીસદર, ગોપ ૪૪ ૫,૧૮૭ ૪૭,૦૭૫ ૨૨૮
ભુવનેશ્વર કટક કાંતાપાડા ૬,૩૨૦
ભુવનેશ્વર જાજપુર રસુલપુર, બાદચાના, દાંગાડી, બારી ૧૭ ૧૪,૭૪૯

રામકૃષ્ણ મિશન, લીંબડી

વૃક્ષારોપણ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા જાંબડી, નાની કટેચી, ભોંયકા અને લીંબડીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિવિશેષ પદે ગુજરાત રાજ્યના પશુપાલન ખાતાના મંત્રીશ્રી કિરીટસિંહ રાણા હતા. લીંબડી તેમજ આસપાસના ગામડાંમાં રૂ.૪ લાખના ખર્ચે ૩૦૦૦ વૃક્ષો ઉછેરવામાં આવશે.

નિ:શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પ

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૬મી ઓગસ્ટે યોજાયેલ નિ:શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પમાં ૧૧૯ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને ૧૯ દર્દીઓના ઓપરેશન થયાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં અમદાવાદ અપંગ માનવ મંડળના સહયોગથી રૂ.૧ લાખના ફિઝીયોથેરાપીના સાધનો વિકસાવવામાં આવ્યા હતા.

ભૂકંપ રાહતસેવાકાર્ય

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નાના ટીંબલા, ઘાઘરેટિયા, ઊંટડી, ભોજપરા, ચોકી તથા રાસકા ગામમાં ૫-૫ ઓરડાવાળી અને ઊઘલ તથા ફૂલવાડી ગામમાં ૩-૩ ઓરડાવાળી, ભૂકંપમાં જમીનદોસ્ત થયેલ શાળાઓના પુન: નિર્માણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેનો અંદાજિત ખર્ચ રૂ. ૧ કરોડનો છે.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.