प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् ।
यत्स्वप्नजागरसुषुप्तमवैति नित्थं तद्‌ब्रह्म-निष्कलमहं न च भूतसङ्घः ॥

હૃદયમાં પ્રકાશતું આત્મતત્ત્વ સત્-ચિત્-આનંદમય, પરમહંસોની ગતિરૂપ અને તુરીય છે; તેનું હું પ્રાતઃકાળમાં સ્મરણ કરું છું; જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાને નિત્ય જાણે છે, તે જ અવયવરહિત બ્રહ્મ હું છું; ભૂતોનો સમુદાય (શ૨ી૨) હું નથી.

प्रातर्भजामि मनसो वचसामगम्यं वाचो विभान्ति निखिला यदनुग्रहेण।
यन्नेति नेति वचनैर्निगमा अवोचुस्तं देवदेवमजमच्युतमाहुरग्यम् ॥

જે મન તથા વચનના અવિષય છે, જેની કૃપાથી સમગ્ર વાણી પ્રકાશે છે અને જેને નૈતિ નેતિ’ એવાં વચનોથી વેદો વર્ણવે છે, તેને હું પ્રાતઃકાળમાં ભજું છું; એ સર્વશ્રેષ્ઠ તત્ત્વને દેવોના દેવ, અજન્મા અને અચ્યુત કહે છે.

(પ્રાતઃસ્મરણ – શ્લોક, ૧-૨)

Total Views: 21
By Published On: April 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.