पुनरपि रजनी पुनरपि दिवसः पुनरपि पक्षः पुनरपि मासः ।
पुनरप्ययनं पुनरपि वर्षं तदपि न मुञ्चत्याशामर्षम् ॥

ફરી રાત, ફરી દિવસ, ફરી પખવાડિયું, ફરી મહિનો, ફરી અયન (ઉત્તરાયણ અને દક્ષિણાયન) તથા ફરી વર્ષ – આવ્યે જ જાય છે, તો પણ પ્રાણી આશાના સંબંધને છોડતો નથી !

वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः ।
नष्टे द्रव्ये कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः ॥

ઉંમર વીતી જાય, ત્યારે કામવિકાર શો ? પાણી સુકાઈ જાય એટલે તળાવ કેવું ! ધન નાશ પામે એટલે પરિવાર કેવો ? અને તત્ત્વ (આત્મા) જણાય ત્યારે સંસાર કેવો ? (નથી જ.)

यावज्जीवो निवसति देहे कुशलं तावत्पृच्छति गेहे ।
गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन्काये ॥

શરી૨માં જ્યાં સુધી જીવ હોય, ત્યાં સુધી ઘરમાં સૌ કુશળ સમાચાર પૂછે છે; પણ પ્રાણવાયુ જતો રહે છે અને શરીર નાશ પામે છે, ત્યારે એ જ શરીરથી પોતાની પત્ની ડરે છે !

(‘ચર્ટપંજરિકા-સ્તોત્ર’ – શ્લોક ૯-૧૦-૧૪)

Total Views: 23
By Published On: July 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.