सबिंदुसिन्धुसुस्खलत्तरङ्गभृङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतम् ।
कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥

હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંના ભયને હરનાર (પોતાના દર્શનરૂપ) બખ્તરને આપો છો; આપનું ચરણકમળ મદનાં બિંદુઓવાળા હાથીઓથી રોકાતા તરંગોની લહેરોથી રંગાયેલું છે; અને (રાગ-દ્વેષાદિ) શત્રુઓના નિમિત્તે ઉત્પન્ન થયેલાં પાપોના સમૂહોના શત્રુ સમાન જળથી યુક્ત છે; તેને હું નમન કરું છું.

महागभीरनीरपूरपापधूतभूतलं ध्वनत्समस्तपातकारिदारितापदाचलम्।
जगल्लये महाभये मृकण्डुसूनुहर्म्यदे त्वदीय पादपङ्कजं नमामि देवि नर्मदे ॥

મહાભયંકર જગતના પ્રલય વખતે માકીય મુનિને હવેલી આપનારાં હૈ દેવી નર્મદે! મહા ગંભીર પાણીનાં પૂર વડે પૃથ્વીતલનાં પાપો જેણે ધોઈ નાખ્યાં છે, ગર્જના કરતાં સમસ્ત પાપોનાં શત્રુ અને આપત્તિઓના પ્રવાહને ચીરી નાખનારાં એવાં આપનાં ચરણકમળને હું નમું છું.

(નર્મદાષ્ટકમ્’ – શ્લોક ૧,૩)

Total Views: 26
By Published On: August 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.