सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते ।
त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ॥
दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते ।
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥

દેવી પર વરદાન વર્ષાવતી અને દુર્મુખ (રાક્ષસ)નો નાશ કરનારી (અથવા અસાધ્યને પણ સાધ્ય કરનારી, ખરાબ બોલનારને પણ માફ કરનારી), સદા હર્ષમગ્ન ત્રિભુવનપાલિનિ, શંકરને તુષ્ટ કરનારી, પાપમર્દિની, નિત્ય ઘોષણા કરનારી, દાનવોનો વિધ્વંસ કરનારી, દૈત્યો તરફ રોષ કરનારી, ઉન્માદને દૂર કરનારી કે સાગર તનયા ! રમ્ય કેશકલાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસુ૨મર્દિની ! તારો જય જયકાર હો !

तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते ।
किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विभुखीक्रियते ॥
मम तु मतं शिवनामधने भवति कृपया किमुत क्रियते ।
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥

ખરેખર તારું, ચંદ્રકુળ સમાન નિર્મલ મુખ, સમસ્ત મલીનતા દૂર કરે છે, તો અનેક દ્વારા દેહમાં આહ્વાન પામેલી, ચંદ્ર સમાન મુખ ધરાવતી સુંદર વદનયુક્ત ! આ સ્તુતિ કરનાર શું (તારાથી) વિમુખ રહે ખરા ? કે શિવનામ રૂપી ધનવાળાં ભગવતિ, હું તો માનું છું કે આપની કૃપા હોય તો પછી શેષ શું કરવાનું હોય ? રમ્ય કેશકલાપ ધરાવતી કે શૈલપુત્રી મહિષાસુરમર્દિની ! તારો જય જયકાર હો !

(‘મહિષાસુરમર્દિની સ્તોત્ર’ – શ્લોક ૧૮-૧૯)

Total Views: 19
By Published On: October 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.