या देवी सर्वभूतेषु शांतिरुपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥
या देवी सर्वभूतेषु शुद्धिरूपेण संस्थिता । नमस्त्यै नमस्त्यै नमस्त्यै नमो नमः ॥

‘જે દેવી સર્વભૂતોમાં શાંતિ રૂપે વસી રહી; નમું તેને, નમું તેને, નમું નમું, જે દેવી સર્વ ભૂતોમાં, વસે શુદ્ધિ-સ્વરૂપમાં, નમું તેને, નમું તેને, નમું તેને, નમું નમું.’ (દુર્ગાસપ્તસતી, ૫.)

त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार उत वा कुमारी ।
त्वं जीर्णो दण्डेन वचसि त्वं जातो भवसि विश्वतोमुखः ।

‘તું જ સ્ત્રી છો, તું જ પુરુષ છો, તું જ છોકરો છો, તું જ છોકરી છો, લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ પણ તું જ છો, તું વિશ્વમાં સર્વ રૂપ છો.’ (શ્વેતાશ્વતરોપનિષદ, ૪.૩)

न धनं न जनं न सुंदरीं कवितां वा जगदीश कामये ।
मम जन्मनि जन्मनीश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि ॥

‘હે, ઈશ્વર ! હું ધન, કીર્તિ, મિત્રો કે સુંદર પત્ની ઇચ્છતો નથી; હું તો જન્મોજન્મ તારી નિષ્કામ ભક્તિ જ યાચું છું.’ (શિક્ષાષ્કમ્, ૪)

Total Views: 22
By Published On: November 1, 2010Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.