(ચિલ્ડ્રન્સ ક્રીએટીવીટી એન્ડ ઈનોવેશન ડે – ઓક્ટોબર, ૨૦૧૦ની પુસ્તિકામાંથી ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

સાઈકલ સાથે ક્લિનર-સાવરણી

ન્યુ દિલ્હીની વસંત વેલી શાળામાં ધો.૬માં અભ્યાસ કરતાં રિયા કોઠારી, નિમ્રાણ કંગ, કામ્યા શર્મા અને મેહર એસ. મહેતાએ રસ્તાની સફાઈ કરે તેવું સાયકલ સાથે જોડાયેલ એક ક્લિનર તૈયાર કર્યું છે.

સાઈકલની પાછળના વિલમાં બે પહોળા સાવરણા બાંધી દેવામાં આવે છે. જેમ જેમ પેડલ લાગે તેમ તેમ આ સાવરણા ફરતા જાય છે અને કચરો દૂર કરી દે છે, રસ્તાને સાફ કરે છે. આ સાઈકલ સાથે એક વધારાની કચરાપેટી પણ ઉમેરી શકાય. જેથી એમાં મોટા કચરાને પણ એકઠો કરી શકાય.

 છે ને! આ ચારેય બહેનોની કમાલ!

અંધજનોને રસ્તો બતાવતી એક વિશિષ્ટ ત્રણ પૈડાંવાળી સાઈકલ

કોલકાતાના પાઠભવન હાઈસ્કૂલમાં ધો.૫માં અભ્યાસ કરતી અંધ બહેન રશ્મિ મારુવાડાએ એક ત્રણ પૈડાવાળી સાઈકલમાં વહાણમાં વપરાતું શ્રાવ્ય જાહેરાત પદ્ધતિ માટેનું સાધન લગાવ્યું છે. એને લીધે અંધજનોને રસ્તા પર શ્રાવ્ય માહિતી મળતી રહે છે અને ટ્રાઈસિકલ ચલાવવી સરળ બને છે.

ચાલો આપણે પણ આવું કંઈક કમાલ કરી બતાવીએ!

ગાડી ચલાવતાં મોબાઈલના ઉપયોગને અટકાવાનું યંત્ર

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં આવેલ દિલ્હી પબ્લીક સ્કૂલના ધો.૧૦ના વિદ્યાર્થી દિવ્યમ્ ગુપ્તાએ ગાડી હંકારતી વખતે મોબાઈલ ફોન પર વાતચીત કરવાની ટેવને અટકાવવાનું એક સાધન વિકસાવ્યું છે.

એ માટે સ્ટીયરિંગ પર અને ગિયર પર આવી વાતચીતની નોંધણી કરતું સાધન બેસાડ્યું છે. ગાડી ચલાવતી વખતે સ્ટીયરિંગ પર બંને હાથનો ઉપયોગ થતો હોય છે અને ગિયરમાં પણ હાથનો ઉપયોગ થતો હોય છે. ક્યારેક સ્ટીયરિંગ પર કે ગિયર પર હાથ ન હોય એવું પણ બને. આ યંત્ર એવી માહિતી આપે છે કે ચલાવનાર વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે કે નહિ. વળી તે સ્ટીયરિંગ પર નિયંત્રણ જાળવી રાખે છે કે કેમ, એવી માહિતી આપે છે. આ પદ્ધતિ પર આધારિત એક પ્રિ-પ્રોગ્રામ બેસાડવામાં આવે છે. એને લીધે ગાડી ધીમી પાડવી અને થોડીવાર ક્યાંક ઊભી રાખી દેવી એવી સૂચના મળે છે. આ સૂચના એક એલાર્મ દ્વારા ડ્રાઈવરને મળતી રહે છે.

રેશમના કોશેટામાંથી સતત સારા તાર મેળવવાની પદ્ધતિ

આસામના ગોલાઘાટના વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલયના ધો.૯ના વિદ્યાર્થી કૌશિક બલુહાએ રેશમના કોશેટામાંથી કેવી રીતે સતત રેશમના તાર મેળવવા એવી પદ્ધતિ વિકસાવી છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કોશેટામાંથી ૫૦% જેટલું રેશમ સરળતાથી મળી રહે છે અને બીજા ગીચ તારમાં ઉપયોગ કરી શકાય છે.

અનાનસને કાપવાની કળા

ગુજરાતના વડોદરાના નવરચના સ્કૂલના ધો.૧૦ના વિદ્યાર્થીએ અનાનસને કાપવાની કળાનું એક સાધન વિકસાવ્યું છે. જેને લીધે અનાનસને કાપવામાં પડતી કડાકૂટમાંથી મુક્તિ મળે છે.

***

છે ને! આ નાના બાળકની અદ્ભુત શોધ! તમેય આવું કરી શકો છો. તમનેય ભગવાને પ્રતિભા આપી છે. તમારી પ્રતિભાને ઢંઢોળો અને તમે કંઈક આવું નવું નવું શોધીને સર્જનાત્મક બાળકોની સૃષ્ટિનું એક અંગ બનો તેમ અમે ઇચ્છીએ છીએ.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.