ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः।
केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्त॥१॥

केनेषितम्, કોની ઇચ્છા વડે; प्रेषितम्, કોના માર્ગદર્શન દ્વારા; मनः पतति, મન (પોતાના વિષય ઉપર) પડે છે (એટલે કે મન પોતાના વિષય તરફ આકર્ષાય છે); केन, કોના વડે; प्राणः, સંજીવની શક્તિ; प्रथमः, સૌથી પહેલી; प्रैति, જાય છે, આગળ વધે છે; युक्त, (કોના વડે) નિયુક્ત થયેલ; इमाम् वाचम्, આ વાણીને (શબ્દોને); वदन्ति, (લોકો) કહે છે; चक्षुः, આંખ; श्रोतम्, કાન; देवः, પ્રકાશવાન દેવ; युनक्ति, માર્ગે પ્રેરે છે.

(શિષ્ય કહે છે -) કોની ઇચ્છા વડે મન વિષયો તરફ ખેંચાય છે? જીવનના પ્રથમ ચિહ્‌નરૂપ પ્રથમ સંજીવક શ્વાસને કોણ સંચાલિત કરે છે? કોના આદેશથી લોકો શબ્દો બોલે છે? આંખ, કાન, (અને બીજા અવયવોને) કયા દેવો માર્ગદર્શન આપે છે? (૧)

श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद् वाचो ह वाचं स उ प्राणस्य प्राणः।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥२॥

श्रोत्रस्य श्रोत्रम्, કાનનો પણ કાન (એટલે કે શ્રોત્રેન્દ્રિય પાછળ રહેલી સાચી શક્તિ); मनसः मनः, મનનું પણ મન; यत् वाचः ह वाचम्, તે કે જે વાણીની પણ વાણી છે; स उ प्राणस्य प्राणः, શ્વાસનો પણ શ્વાસ; चक्षुषः चक्षुः, આંખની પણ આંખ; धीराः, ડાહ્યા મનુષ્યો, વિવેકશીલ પુરુષો; अतिमुच्य, છોડીને (એટલે કે ઇન્દ્રિયો પોતાના અસ્તિત્વનો એક ભાગ છે એવા ખ્યાલને છોડી દઈને); प्रेत्य, અહીંથી છૂટા પડીને; अस्मात् लोकात्, આ લોકમાંથી; अमृताः भवन्ति, અમર બની જાય છે.

(ગુરુ કહે છે : ) એ બ્રહ્મ કર્ણેન્દ્રિયની પણ કર્ણેન્દ્રિય છે, એ મનનું પણ મન છે, વાણીની પણ વાણી છે, શ્વાસોનો પણ શ્વાસ છે, અને આંખની પણ આંખ છે. એટલા માટે શાણા વિવેકશીલ પુરુષો પોતે ઇન્દ્રિયો સાથે સંકળાયેલા છે, એવો ખ્યાલ છોડી દઈને આ જગતમાંથી અલગ થઈ જાય છે, એટલે આ જગતનો ત્યાગ કરી દે છે અને તેઓ અમર બની જાય છે. (૨)

(કેન ઉપનિષદ)

Total Views: 52
By Published On: May 22, 2024Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.