खड्गं चक्रगदेषुचापपरिघान् शूलं भुशुंडीं शिरः।
शंखं सन्दधतीं करेस्त्रिनयनां सर्वांगभूषावृताम्॥
नीलाश्मद्युतिमास्यपाददशकां सेवे महाकालिकां।
यामस्तौत्स्वपितेहरौ कमलजो हन्तुं मधुकैटभम्॥ 

ખડ્ગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિઘ, ત્રિશુળ, ભુશુંડી, મસ્તક અને શંખ વગેરે જેને હાથમાં ધારણ કરેલાં છે; ત્રણ નેત્રવાળાં; સર્વ અંગમાં શણગાર શોભી રહ્યા છે તેવાં કાળામણીની કાંતિવાળાં; દશ મુખ ને દશ પગવાળાં કાલિકાદેવી જેનું ધ્યાન બ્રહ્માએ મધુકૈટભના નાશ માટે નિદ્રાધીન થયેલ નારાયણને જાગ્રત કરવા કર્યું હતું તે મહાકાલિનું હું ધ્યાન કરું છું.

घंटाशूलहलानि शंखमुसले चक्रं धनुः सायकं।
हस्ताब्जैर्दधतीं घनांतविलसच्छीतांशुतुल्यप्रभाम्॥
गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूतां महा।
पूर्वामत्र सरस्वतीमनुभजे शुंभादिदैत्यार्दिनीम्॥

ઘંટા, ત્રિશૂળ, હળ, શંખ, સાંબેલું, ચક્ર, ધનુષ અને બાણ – આ સર્વ આયુદ્ધો જેના હસ્તકમળમાં ધારણ કરેલાં છે, તેની કાંતિ શરદના ચંદ્ર જેવી છે; જે ગૌરીદેહે પ્રકટ થયાં છે, તે ત્રણે લોકને આશ્રય આપનારાં, શુંભ વિગેરે દૈત્યોનો નાશ કરનારાં; સરસ્વતી દેવી કે જેના નામ પહેલાં પ્રથમપદે ‘મહા’ શબ્દ વપરાય છે તે મહાસરસ્વતી દેવીનું હું ધ્યાન કરું છું.

(‘શ્રીચંડીપાઠ’માં આવતા શ્રીમહાકાલી અને શ્રીમહાસરસ્વતીના ધ્યાનમંત્રો)

Total Views: 19
By Published On: February 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.