अष्टांगयोगस्य च कर्मणश्च અષ્ટાંગયોગે, શુભભક્તિ-સાંખ્યે,
भक्तेश्च सांख्यस्य च मार्गभेदे । ને કર્મના માર્ગ તણા પ્રભેદે;
धर्मार्थकामेष्वपुनर्भवे च ધર્માર્થકામે જનમોક્ષમાં યે,
श्रीरामकृष्णः परमं प्रमाणम् ॥ શ્રીરામકૃષ્ણ પ્રભુ છે પ્રમાણ !

तमसि भ्रष्टमार्गाणा-मुषसि स्‍पष्टवर्त्मनाम्‌ અંધારે ભટકતાં ને, ઉષામાં સ્પષ્ટ દેખતાં;
शरणं रामकृष्णस्‍य चरणं सर्वदेहिनाम॥ જ્ઞાની ને અશ એ સૌનો, આશરો રામકૃષ્ણ છે.

दीनानुकम्पिन-मुपात्तमनुष्यदेहं જે અદ્વિતીય પ૨ તત્ત્વ છતાંય ધારે,
ब्रह्माद्वितीय-मजनाम-दुरन्तभाग्यम्‌। દીને દયાવશ થઈ મનુજાવતાર;
भक्तानुरञ्जन-मचिन्त्यमहानुभावं સદ્ભાગ્ય ભારતતણું જનમોદકારી,
श्रीरामकृष्णमभयं शरणं प्रयाहि ॥ તે રામકૃષ્ણ ભજ તું ભવભીતિહારી.

निर्व्याज-निर्गुणगुणं निगमान्तसारं વેદાન્તસારમય ને નિખિલાત્મરૂપ,
निस्सीम-साैहृदनिधिं निखिलात्मभूतम्‌। નિઃસીમ નેહનિધિને ત્રિગુણાતિગામી;
नित्यं निसर्गविमलं निजतन्त्रमीशं નિર્વ્યાજ ને વિમલ અંતર જે સદાના,
श्रीरामकृष्णमयि चित्त सुखं भजस्व ॥ હે ચિત્ત! તું ભજ સુખે પ્રભુ રામકૃષ્ણ.

(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્‌ શ્લોક નં. ૩૩-૩૪, ૨૧૪-૨૧૫)

Total Views: 14
By Published On: March 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.