प्रसन्नतां या न गताऽभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः।
मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥७॥

શ્રીરામચંદ્રજીના મુખકમલની જે શોભા રાજ્યાભિષેક થવાના (નિશ્ચયથી) ન પ્રફુલ્લિત થઈ (અને) ન વનવાસના દુ:ખથી મલિન થઈ તે (મુખકમલની શોભા) મને મંગલકારી થાઓ.

नीलाम्बुजश्यामलकोमलांगं सीतासमारोपितवामभागम्।
पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम्॥८॥

નીલકમલ સમાન શ્યામ (અને) કોમલ (જેનાં) અંગ (છે), (જેના) હસ્તોમાં મોટું (અમોઘ) બાણ (અને) સુંદર ધનુષ્ય (છે) તે રઘુવંશના સ્વામી શ્રીરામચંદ્રજીને (હું) પ્રણામ કરું છું.

मूलं धर्मतरोर्विवेकजलधौ पूर्णेन्दुमानन्ददं वैराग्याम्बुजभास्करं त्वधहरं ध्वान्तापहं तापहम्।
मोहाम्भोधरपुं जपाटनविधौ खे संभवं शंकरं वन्दे ब्रह्मकुले कलंकशमनं श्रीरामभूपप्रियम्॥९॥

ધર્મ (રૂપી) વૃક્ષના મૂલ, વિવેક (રૂપી) સમુદ્રને આનંદ આપનારા પૂર્ણચંદ્ર, (જેમ પૂર્ણચંદ્રના આકર્ષણથી સમુદ્રના જલમાં ભરતી થાય છે તેમ તેના આકર્ષણથી વિવેકમાં વૃદ્ધિ થાય છે) વૈરાગ્ય (રૂપી) કમળનો (વિકાસ કરનાર) સૂર્ય, પાપોને હરનાર, અંધકારને મટાડનાર, (ત્રિવિધ) તાપોને હરનારા, મોહ (રૂપી) વાદળોને છિન્નભિન્ન કરવામાં આકાશમાં ઉત્પન્ન થયેલ (પવન રૂપ), બ્રાહ્મણકુળના કલંકરૂપી રાવણનો નાશ કરનાર મહારાજા શ્રીરામચંદ્રજીને પ્રિય શંકરજીને (હું) વંદન કરું છું.

(‘શ્રીરામનામ સંકીર્તનમ્’)

Total Views: 13
By Published On: April 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.