विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं
पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया।
यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥१॥

વિશ્વને અરીસામાં દેખાતા નગરની જેમ પોતાની અંદર રહેલું, જેમ ઊંઘમાં થાય છે તેમ, પોતાની જાતમાં માયાથી જાણે કે બહાર ઉત્પન્ન થયું હોય તેવું જોઈને, જે જ્ઞાનદશામાં અદ્વૈત બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે એ શ્રીગુરુમૂર્તિરૂપ  દક્ષિણામૂર્તિને આ નમસ્કાર!

बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ् निर्विकल्पं पुन-
र्मायाकल्पितदेशकालकलनावैचित्र्यचित्रीकृतम्।
मायावीव बिजृम्भयत्यपि महायोगीव यः स्वेच्छया
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥२॥

બીજના અંદર રહેલા અંકુરની જેમ પહેલાં કોઈ વિકલ્પો વિનાના અને ફરી માયાથી કલ્પેલા દેશ અને કાળની ગણનાથી વિચિત્ર રીતે ચિત્રિત થયેલા આ જગતને માયાવીની જેમ (અથવા) મહાન યોગીની જેમ જે પોતાની ઇચ્છાથી વિસ્તારે છે, તે શ્રીગુરુમૂર્તિરૂપ શ્રીદક્ષિણામૂર્તિને આ નમસ્કાર!.

(‘દક્ષિણામૂર્તિ-અષ્ટક’ શ્લોક – ૧-૨)

Total Views: 15
By Published On: June 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.