यतः सर्व जातं वियदनिलमुख्यं जगदिदं
स्थितौ निःशेषं योऽवति निजसुखांशेन मधुहा।

लये सर्व स्वस्मिन्हरति कलया यस्तु स विभुः
शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः॥

આકાશ, વાયુ, (પૃથ્વી, જલ અને તેજ) જેવાં મુખ્ય તત્ત્વોનું બનેલું આ સકલ જગત જેમનાથી ઉત્પન્ન થયું છે, સ્થિતિકાળે, પોતાના જ સુખ-આનંદરૂપી એક અંશથી જે તે સંપૂર્ણ જગતનું રક્ષણ કરે છે અને પ્રલયકાળે પોતાની કલાથી પોતાનામાં જ તેનો જે લય કરે છે, તે મધુદૈત્યના સંહારક, વિભુવર, શરણે જવા યોગ્ય એવા સર્વ લોકના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ મારાં નેત્રના વિષય બની રહો!

असूनायम्यादौ यमनियममुख्यैः सुकरणै-
निरुद्धयेदं चित्तं हृदि विलयमानीय सकलम्।

यमीड्यं पश्यन्ति प्रवरमतयो मायिनमसौ
शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः॥३॥

શ્રેષ્ઠ બુદ્ધિમંત યોગીઓ સર્વપ્રથમ (યોગશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે) યમ, નિયમ, (આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર અને સમાધિ) જેવાં મુખ્ય સાધનો વડે પ્રાણાયામ સિદ્ધ કરે છે. પછી ઈંદ્રિયો સાથેના સંપૂર્ણ ચિત્તનો નિરોધ કરી તેનો પોતાના હૃદયમાં લય કરે છે. તેનાથી સ્તુતિ કરવા યોગ્ય એવા આ માયામોહક ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. શરણે જવા યોગ્ય એવા સર્વ લોકના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ મારાં નેત્રના વિષય બની રહો!

(શંકરાચાર્ય કૃત ‘કૃષ્ણાષ્ટકમ્’માંથી)

Total Views: 13
By Published On: August 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.