अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्द नुते
गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते।
भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥१॥

હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને વિનોદ કરાવનાર, નંદપુત્રી, ગિરિરાજ વિન્ધ્યના મસ્તક (ટોચ) પર નિવાસ કરનારી, વિષ્ણુ ભગવાનને વિલાસિત કરનારી, ઇન્દ્ર જેને નમસ્કાર કરે છે તેવી હે ભગવતિ! નીલકંઠ શિવજીનાં પત્ની, વિશાળ પરિવાર ધરાવનાર, અનેક કાર્ય કરનાર, રમ્ય કેશકલાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસુરમર્દિનિ! તારો જયજયકાર હો!

अयि सुमनःसुमनःसुमनः सुमनःसुमनोहरकान्तियुते
श्रितरजनी रजनीरजनी रजनीरजनी करवक्त्रवृते।
सुनयनविभ्रमर भ्रमरभ्रमर भ्रमरभ्रमराधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥१०॥

હે સુમના, પુષ્પ સમાન સુંદર મનોહર કાંતિયુક્ત, રાત્રિનો આશ્રય લેનારી, ચંદ્ર સમાન દેદીપ્યમાન ગોળ મુખાકૃતિવાળી, ભ્રમર સમાન સુંદર અને વિલોભક એવાં નયનનાં હલનચલનથી ભ્રાંતિ – મોહ કરનારી ભ્રમરાધિપતિ, રમ્ય કેશકલાપ ધરાવતી હે શૈલપુત્રી મહિષાસુરમર્દિનિ! તારો જયજયકાર હો!

(‘મહિષાસુરમર્દિની સ્તોત્ર’માંથી)

Total Views: 15
By Published On: October 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.