શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર: ‘સુબાહુચરિત’ની તેમણે કરેલી નકલનું એક પાનું

શ્રીરામકૃષ્ણની સહી

(શ્રીગદાધર ચટ્ટોપાધ્યાય, મુ.કામારપુકુર)

શ્રીરામકૃષ્ણના હસ્તાક્ષર અને સહી વિશે

શ્રીરામકૃષ્ણ જ્યારે કામારપુકુરમાં રહેતા હતા ત્યારે નવરાશના સમયમાં કોઈ પ્રાચીન લોકપ્રિય ધાર્મિક આખ્યાનની નકલ કરતા. એવા એક આખ્યાન ‘સુબાહુચરિત’ની તેમણે કરેલી નકલનું એક પાનું કામારપુકુરમાંના તેમના ઘરમાંથી મળી આવ્યું છે; તથા શ્રીરામકૃષ્ણની પોતાની સહી પણ મળી આવી છે. તેમજ અહીં તે નકલ કરેલા પાના પરનો એ આખ્યાન ખંડનો અનુવાદ આપવામાં આવ્યો છે.

… કરશે શ્રી હરિ;

આપશે જરૂર પ્રભુ મને પાર કરી.
એવી રીતે વિચારે છે નિજ મનમાંયે;
રાખી દૃઢ ભક્તિ પ્રભુ રામ તણે પાયે.
બાહ્ય જ્ઞાન નહિ સુબાહુને, છે આનંદ,
આનંદથી ધીર, વીર કરે નેત્રો બંધ;
હૃદય સરોજમાં એ દેખે રામચંદ્ર.
ધ્યાનમાં સુબાહુ જુએ નયનાભિરામ;
જાનકી સહિત રામ દુર્વાદલ-શ્યામ.
ઝૂલે ગળે, હૈયે વનમાળા શ્વેત અતિ;
મદનમોહન જ્યોતિ તેમાંથી ઝરતી.
કિરીટ, કુંડલ, સ્કંધે ધાર્યું પીત વાસ;
વિમલ શ્રીઅંગ, મૃદુ વાણી, મુખે હાસ.
શિર પરે ધરે છત્ર ચામર લક્ષ્મણ;
દૂરથી નિહાળે રામ રાજીવ-લોચન.
હાથ જોડી, ઊભા વીંટી ચોદિશે અમર;
લક્ષ્મી, સરસ્વતી અંગે ઢોળે છે ચામર.
તુંબુરુ, નારદ, ગાય ગાન સહુ જન;
નાચતાં નાચતાં કરે રામનું કીર્તન.

ડાબી બાજુ ઘરમાં પ્રવેશતાં જમણી બાજુ દક્ષિણેશ્વરમાં દિવાલ પર શ્રીરામકૃષ્ણદેવે દોરેલ ચિત્રની શ્રીનંદલાલ બસુની પ્રતિલિપિ પરથી શ્રીરામાનંદ બંદોપાધ્યાયે દોરેલ ચિત્ર

૧૧મી ફેબ્રુઆરી ૧૮૮૬. સંધ્યાકાળે સાડા સાત વાગે એક પ્રસંગ બન્યો. પુરુષોત્તમ શ્રીરામકૃષ્ણદેવે એક પેન્સિલ અને કાગળ માંગ્યા. તેમણે એકાગ્રતાપૂર્વક કાગળ ઉપર લખ્યું. ‘જય રાધે, પ્રેમમયી! નરેન્દ્ર શિક્ષણ આપશે, જ્યારે ‘ઘરમાં અને બહાર હુંકાર કરશે. જય રાધે.’ (શ્રીઠાકુરે પોતાના હાથેથી લખેલું લખાણ આ પ્રકારે છે: ‘જય રાધે પૃમમોહિ – નરેન સિક્ષે દિબે  જખન ઘુરે બાહિરે, હાઁક દિબે  જય રાધે.’)

જગત્પતિ, પોતે નિયુક્ત કરેલા પુરુષ શ્રેષ્ઠને લોકશિક્ષણ માટે નિયુક્ત કરીને જ અટક્યા નહીં. એમણે એ જ ક્ષણે સહજ ભાવાવેશમાં આ લખાણની નીચે એક મહત્ત્વનું ચિત્ર પણ દોર્યું. એ ચિત્ર જે ભાવનાઓની અભિવ્યક્તિની પરિપૂર્ણતા વ્યક્ત કરી રહ્યું હતું. ઠાકુરે એક મૂર્તિ દોરી એનાં વિશાળ નયનોની પ્રશાંત દૃષ્ટિ અને એ મૂર્તિનું અનુસરણ કરી રહેલ લાંબા પીંછાવાળો ઊડતો એક મયૂર – આ ચિત્રમાં હતાં. જાણે નવનિયુક્ત લોકશિક્ષણની પાછળ હુકમનામું આપનારા જગત્પતિ જઈ રહ્યા છે. નરેન્દ્રનાથની પાછળ શ્રીરામકૃષ્ણ છે. 

શ્રીરાધાકાંત મંદિરની પરસાળમાં ઓક્ટોબર, ૧૮૮૩ના રવિવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ઉચ્ચસમાધિ અવસ્થામાં લીધેલી શ્રીરામકૃષ્ણદેવની તસવીર. ભવનાથે એની ફોટો પ્રિન્ટ બતાવી ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘આ ઉચ્ચ યોગિક અવસ્થાની છબી છે. સમય વીતતાં આ સ્વરૂપની ઘરે ઘરે પૂજા થશે.’

શ્રીકેશવચંદ્ર સેનના મકાન (લીલી કોટેજ)માં ૨૧ સપ્ટેમ્બર, ૧૮૭૯ને રવિવારે લીધેલી તસવીર. શ્રીરામકૃષ્ણ ભાવાવસ્થામાં હતા અને કેટલાય ભક્તજનો એમની નજીકમાં નીચે બેઠા છે. એમના ભાણેજ હૃદયરામ શ્રીઠાકુરને ટેકો આપે છે.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના પછીના દિવસે ઓગસ્ટ, ૧૮૮૬માં કાશીપુરમાં લીધેલી સમુહ તસવીર.

૧૦ ડિસેમ્બર, ૧૮૮૧ને શનિવારે શ્રીરામકૃષ્ણદેવ મનોમોહન મિત્રને ઘરે આવ્યા ત્યારે બેંગાલ ફોટોગ્રાફર્સ, રાધાબજાર, કોલકાતામાં તેમની લીધેલી તસવીર.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.