23 વર્ષની ઉંમરે માઈકલ ફ્રેડ ફેલ્પ્સે આંતરરાષ્ટ્રિય રમતગમતની દુનિયામાં સનસનાટી મચાવી દીધી.
આ અમેરિકાના તરણવીરે બીજીંગ ઓલિમ્પિકમાં સાત વિશ્વવિક્રમ તોડ્યા અને આઠ સુવર્ણચંદ્રક મેળવ્યા, એક જ ઓલિમ્પિક રમતમાં અનેક વખત પ્રથમ સ્થાન મેળવનાર માઈકલ ફેલ્પ્સ પહેલો રમતવીર હતો.
તેની આ સફળતાને લીધે તેને ‘જન્મજાત સિદ્ધ’ની કક્ષામાં મૂકી શકાય. 23 વર્ષની ઉંમરે તેણે પોતાને ગમતી પ્રવૃત્તિમાં જવલંત કારકિર્દી બનાવી. તે કરોડપતિ છે, વિશ્વવિક્રમ વિજેતા અને દેશનું ગૌરવ છે.
પરંતુ શું ખરેખર માઈકલ ફેલ્પ્સ જન્મજાત સિદ્ધ વ્યક્તિ છે! ના. તે પોતાના આત્મવિશ્વાસ, દૃઢ મનોબળ અને સતત ખંતથી વિશ્વ વિજેતા બન્યો છે.
સાત વર્ષની ઉંમરે, ત્રણ સંતાનોમાં સૌથી નાના ફેલ્પ્સ Attention Deficit Hyperactivity Disorder (ADHD)નું નિદાન થયું. ADHD એટલે સતત પ્રવૃત્ત રહેવું, મનમોજી વર્તન અને થોડા સમય માટે કોઈપણ બાબત માટે ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની લાક્ષણિકતા-અવગુણ.
અઉઇંઉ ની દવા કે ઉપચારથી સારવાર કરી શકાય છે પરંતુ તેનો કોઈ કાયમી ઇલાજ નથી. એક જાણકારી પ્રમાણે અસરગ્રસ્ત બાળકોમાંથી લગભગ 60% બાળકોને આ તકલીફ પુખ્ત થવા સુધી રહી છે.
ફેલ્પ્સે તેની મર્યાદિત શક્તિઓને દૂર કરવા, તેમની કુશળ તરણવીર એવી બે બહેનોનું ચોરીછૂપીથી અવલોકન કરી તરવાનું શરૂ કર્યું.
નવ વર્ષની તેની ઉંમર હતી ત્યારે તેનાં માતા-પિતાના છૂટાછેડા થયા હતા. તેની માતાએ એકલા હાથે પોતાનાં ત્રણેય સંતાનોને પાળી-પોષી મોટાં કર્યાં અને સંતાનોએ સેવેલાં સ્વપ્નોને સાકાર કરવા પ્રોત્સાહિત કર્યાં.
ફેલ્પ્સને કયારેક નિષ્ફળતા પણ સાંપડતી, જેમ કે 2004માં જ્યારે ફેલ્પ્સ 19 વર્ષની વયનો હતો ત્યારે દારૂના નશામાં ચકચૂર થઈ કાર ચલાવવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ત્યાંની કાયદેસરની ઉંમર (21 વર્ષ) કરતાં નાનો હતો.
ખિન્ન ફેલ્પ્સને 18 માસ માટે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો. તેણે કોર્ટમાં કહ્યું, ‘હું મારી ભૂલની ગંભીરતા જાણું છું. મને મારી આ ભૂલમાંથી બોધપાઠ મળ્યો છે અને હવે પછીની જીંદગીમાં હું મને મળેલી શિક્ષામાંથી બોધપાઠ લઉં છું.’
આ માઈકલ ફેલ્પ્સ કોણ છે? તે અવ્યવસ્થિત પરિસ્થિતિમાં સંઘર્ષ કરતો એક સામાન્ય બાળક હતો. તે યુવાન છે. તેણે જે કર્યું તેમાં તે ઉત્કૃષ્ટ નિવડ્યો છે અને આપણી જેમ તેની પણ ક્યારેક ભૂલ થઈ છે.
2004માં એથેન્સ ઓલિમ્પિકમાં ફેલ્પ્સ તેની જ ટીમના ઇયાન ક્રોકરથી 100 મિટર બટરફ્લાય તરણસ્પર્ધામાં હાર્યો. તેણે ક્રોકરનું મોટું ચિત્ર પોતાની રૂમમાં પ્રોત્સાહન મેળવવા રાખ્યું અને સાથે સાથે તેની પથારી પાસે પોતાની કારકિર્દીનાં લક્ષ્યની યાદી પણ રાખી.
તેના સંઘર્ષમાંથી આપણને શું બોધ મળે છે અને આપણા માટે સફળતાનું શું મહત્ત્વ છે?
તમારા દરેક વાદવિવાદ કે સવાલનો અસરકારક ઉકેલ લાવો.
પરંપરાને તોડી બહાર નીકળો.
તમારી નિર્બળતાને દૂર કરી મક્કમ અને મજબૂત બનો.
હંમેશાં તમારા લક્ષને ધ્યાનમાં રાખો.
તમને ગમતી પ્રવૃત્તિની પાછળ ઝનૂનપૂર્વક પડી જાઓ અને તેને માટે આધારભૂત પ્રયત્ન કરો.
Your Content Goes Here