પ્રશ્ન : એક પરણિતા નારી રૂપે મારે સમાજમાં પોતાના પતિના હરિફને બદલે સહ-સાથી રૂપે કેવી રીતે કામ કરવું જોઈએ?

ઉત્તર : હું એક નાનું ઉદાહરણ આપીને આ વાત સમજાવીશ. એક વાર દંપતીઓના કાર્યક્રમમાં એક સ્ત્રીએ મને કહ્યું કે મને એક એન્ડ્રોઈડ મોબાઈલ અપાયો. હું મોબાઈલ જોતી હતી ત્યાં એકાએક કંઈક અદૃશ્ય થઈ ગયું હતું. આ બધું મને સમજાતું ન હતું એટલે મેં મારા દીકરાને બોલાવ્યો અને કહ્યું, ‘ભાઈ, અહીં આવને અને મને બતાવ કે આ બધું ક્યાં ચાલ્યું ગયું ?’ તેણે જવાબ આપ્યો, ‘મા, તું ટેકનોલોજીકલી ચેલેન્જ્ડ છો, ગમે તેટલું બતાવીએ પણ તને આવડતું નથી.’ આવી મજાની મજાક કરી. પુત્ર અને પુત્રી બન્ને કોલેજમાં જતાં હતાં. તેઓ બન્ને હસ્યાં. એ વખતે મારા પતિ છાપું વાંચતા હતા. તેમણે પેપર નીચે મૂક્યું અને બન્નેને બોલાવીને કહ્યું, ‘જુઓ બેટા, તમારી માને આ ફોન કેવી રીતે વાપરવો એ હજી આવડતું નથી. પણ પછીથી શીખી જશે. પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે આજે હું જે કંઈ પણ છું અને તમે બન્ને જે કંઈ છો એ બધું તમારી માતાનાં ત્યાગ અને સમર્પણને કારણે.’ પછી એ સ્ત્રી કહેતી હતી કે મેં જે કંઈ કર્યું તે મારા પોતાના પરિવાર માટે કર્યું છે. અને મારા પતિ એવું બોલ્યા ત્યારે એ માટે મેં ધન્યતા અનુભવી. એક સ્ત્રી સ્વાભાવિક રીતે ત્યાગ કરે છે, સમર્પણભાવ રાખે છે અને બધાનું ધ્યાન પણ રાખે છે. પણ તમે એવું વિચારો કે તેણે તો આ કરવાનું જ હોય છે. અને હવે તો સમય બદલાઈ ગયો છે. તમે એની કૃતજ્ઞતાને નહીં ઓળખો તો તે એવું નહીં કરે. પ્રશ્ન કરતી રહેશે અને બદલાઈ જશે. પણ જો તમે એના પ્રત્યે યોગ્ય કૃતજ્ઞતા દાખવશો અને સન્માન આપશો તો તે ત્યાગ અને સમર્પણ કરતી જ રહેશે, કારણ કે એ એનો સ્વભાવ છે. એટલે હું તમને એક ઉકેલની રીતે, ન કે કોઈ જવાબની રીતે કહીશ કે પહેલાં તો આપણે એ માતાને પાત્ર બનવું જોઈએ અને આવી બધી સ્ત્રીઓને ધન્યવાદ આપવો પડે.

૫્રશ્ન : મારાં પત્ની એક વર્કિંગ વુમન છે, પરંતુ તે વધુ પ્રભાવક બને છે, તો મારે શું કરવું ?

ઉત્તર : જેમણે આ પ્રશ્ન પૂછ્યો છે તેમની ઉંમર અત્યારે ૬૮ વર્ષની છે. આટલાં વર્ષો સુધી તમે જે કંઈ કર્યું છે તે ચાલુ રાખો. હવે બહુ વધારે પરિવર્તન આવશે નહીં. મનથી માની લો કે તમારાં પત્ની એક શક્તિનો અવતાર છે. અને તેમણે આપના ઘરમાં વાસ કર્યો છે.

૫્રશ્ન : કુટુંબ અને કારકિર્દી જેવા વિષયો બાળકોને શિક્ષણ દરમિયાન ફરજિયાત શીખવવા જોઈએ કે કેમ ?

ઉત્તર : આવું હોવું જોઈએ પણ તે ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં જ થવું જોઈએ. ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં જ આપણે કુટુંબ અને પરિસ્થિતિ વ્યવસ્થાપનને નિભાવી શકીશું.

પ્રશ્ન : સહશિક્ષણમાં આપણે કેવી રીતે આપણા સહાધ્યાયીઓ અને મિત્રો સાથે તંદુરસ્ત સંબંધ જાળવી શકીએ ?

ઉત્તર : જવાબ સીધો અને સરળ છે. આપણા સંસ્કારોને અનુસરવું. આપણે આપણા શીલને ગુમાવવું ન જોઈએ. જીવન ઇન્દ્રિયોના ગુલામ બનવા માટે નથી. તમારે તમારી ભીતરનો સ્ફુલિંગ જાળવી રાખવો જ જોઈએ. મનની ચોક્કસ સીમા છે અને તેને ઓળંગવી ન જોઈએ. જો આવું કરો તો સહશિક્ષણમાં કોઈ વાંધો નથી. ખરેખર તો તે ઘણું સારું છે. કોઈનો હાથ પકડવો કે પીઠને થપથપાવવી તે આપણી સંસ્કૃતિ નથી. લોકો કદાચ કહેશે કે આ તો પછાત મનના વિચાર છે. આ પછાત હોય કે ન હોય, પણ આવા યુવાનોનું શું થાય છે તે આપણે નજરે જોઈએ છીએ.

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.