ડભોઉ ગામના રહેવાસી શ્રી ચંદુભાઈ એચ. પટેલનું તા. ૧૯-૧૧-૨૦૨૦ને ગુરુવારે દેહાવસાન થયું છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા હતા, જેવી કે ધરતીકંપ રાહતકાર્ય, પુનર્વસન રાહતકાર્ય, પૂજા-ઉત્સવો વગેરે. રાજકોટ ઉપરાંત ગુજરાતનાં બધાં કેન્દ્રોમાં તેઓ પોતાની માનદ સેવાઓ આપતા રહ્યા હતા. ‘શિવભાવે જીવસેવા’ના મંત્રને ચરિતાર્થ કરતાં તેમણે પોતાના ગામમાં જનસેવાનાં ઉમદાકાર્યો પણ કર્યાં છે – ગરીબ દીકરીઓનાં લગ્ન, ગરીબોને રહેવાનાં છાપરાં કરાવી આપ્યાં છે. પ્રભુ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ એમના આત્માને શાંતિ અર્પે એ જ એમનાં શ્રીચરણકમળમાં પ્રાર્થના.

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.