શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીજીને સ્મરણાંજલી

શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય

આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહી શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીનું દુ :ખદ અવસાન બુધવાર ૨૧ માર્ચ, ૨૦૧૮ના રોજ સંધ્યા સમયે થયું હતું.

નશ્રીરામકૃષ્ણ જ્યોતથ માસિકમાં પહેલેથી જ તેઓ સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય રહ્યા છે. જીવનની અંતિમપળ સુધી આ પત્રિકાને પુષ્ટ કરવા તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહ્યા હતા. એમણે આશ્રમના વાર્ષિક મહોત્સવ, શિક્ષણ શિબિર તેમજ અન્ય કાર્યક્રમોમાં અવારનવાર વ્યાખ્યાનો આપીને શ્રીરામકૃષ્ણ આશ્રમને ઘણું પ્રદાન કર્યું છે.

અક્ષયકુમાર સેનના મૂળ બંગાળીગ્રંથ નશ્રીરામકૃષ્ણ પુંથિથનું શ્રીશાસ્ત્રીજીએ કરેલ સમશ્લોકી ગુજરાતી ભાષાંતર નશ્રીરામકૃષ્ણ પુરાણથના નામે પ્રસિદ્ધ થયું છે. સ્વામી વિવેકાનંદના નરાજયોગથનામના ગ્રંથનો સંસ્કૃત અનુવાદ; ઓત્તુર બાલા ભટ્ટે લખેલ અને સ્વામી તપસ્યાનંદજીએ અંગ્રેજીમાં અનુવાદ કરેલ નશ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્થનું સમશ્લોકી ભાષાંતર; સ્વામી લોકેશ્વરાનંદે મૂળ અંગ્રેજીમાં લખેલ ઇશ, કેન, કઠ, પ્રશ્ન અને મુંડકોપનિષદનો ગુજરાતી અનુવાદ; રામકૃષ્ણ સંઘના દશમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રીમદ્ ભગવદ્ગીતાનો ભાવાનુવાદ; સ્વામી હર્ષાનંદજી મહારાજે મૂળ સંસ્કૃતમાં લખેલ નવિવેકાનંદકર્મયોગસૂત્રશતકમ્થનો ગુજરાતી ભાવાનુવાદ; સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૯માં કેટલીક પ્રકાશિત ન થયેલ અંગ્રેજી વિષયવસ્તુનો ગુજરાતી ભાવાનુવાદ; મૂલ્યલક્ષી કેળવણી : શિક્ષકો માટેની માર્ગદર્શિકાનો ગુજરાતી અનુવાદ; રામકૃષ્ણ મઠ-મિશનના નમૂલ્યલક્ષી બોધવાર્તાઓથના અંગ્રેજી પુસ્તકનો નહું શું બની શકું ?થ નામે ગુજરાતી ભાવાનુવાદનાં આવાં અત્યંત પ્રશંસનીય લેખન કાર્યો કરીને તેમણે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય ક્ષેત્રે ઘણું મહત્ત્વનું અને મોટું પ્રદાન કર્યું છે. બીજા અનુવાદોમાં પણ એમનું માર્ગદર્શન અને એમની સહાય સદૈવ મળતી રહેતી.

આશ્રમના નવા સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ માટે આપણા શાસ્ત્રગ્રંથોના સમૂહવર્ગાે લઈને એ બધાને શાસ્ત્રગ્રંથોનું રસપાન, જ્ઞાનપાન કરાવતા રહેતા. આ કાર્યને લીધે અમને ઘણી પ્રેરણા મળી છે, એમ કહેવામાં જરાય અત્યુક્તિ નથી. શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા રામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ દ્વારા અનેકવાર એમનું સન્માન થયું હતું.

૨૦૦૮ના વર્ષમાં સાંદિપની સંસ્થા, પોરબંદર દ્વારા ભાગવત્ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ નબ્રહ્મર્ષિથનો એવોર્ડ આપીને એમનું સન્માન કર્યું હતું. એ જ રીતે ૨૦૧૨માં શ્રીસીતારામ સેવા ટ્રસ્ટ, મહુવા દ્વારા સુખ્યાત રામાયણી
શ્રી મોરારિબાપુએ એમને નવિદ્યા વાચસ્પતિથથી સન્માનિત કર્યા હતા.

આ ઉપરાંત ચોખમ્બા સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા પ્રગટ થયેલ નવેદાંત પરિભાષાથ- શ્રીધર્મરાજાધ્વરીન્દ્ર કૃત હિન્દી ટીકા સહિત નવિમર્શિકાથનો અનુવાદ; નઉપનિષત્સંચયનમ્થદ્વારા ૧૧૧ ઉપનિષદોનો શબ્દશ : હિન્દી અનુવાદ; નશ્રીમદ્ ભગવદ્ગીતાથ- શ્રીમત્ શાંકર ભાષ્ય, આનંદગિરિની ટીકાનો હિન્દી અનુવાદ પ્રગટ થયા છે. એમને શાસ્ત્રીય સંગીતનું પણ સારું જ્ઞાન હતું અને શાસ્ત્રીય સંગીતના પરમ ચાહક હતા.

સર્વતોમુખી બુદ્ધિ ધરાવતા વિદ્વાન, લેખક અને વક્તા, અનુવાદક અને દર્શનશાસ્ત્રની સર્વ ક્ષિતિજોને આંબી લેતી લેખમાળાના લેખક રૂપે પણ એમણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી હતી. ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં એમનું નામ ખરેખર સ્તુત્ય હતું. આવા સરળસહજ અને ભક્તિવિનમ્ર વિદ્વાન વ્યક્તિની ચિરવિદાય વિદ્વજ્જનો અને જ્ઞાનના ઉપાસકો માટે એક મોટી ઊણપ છે. એમનો જ્ઞાનદીપ પ્રભુની મહાજ્ઞાનજ્યોતમાં ભળી ગયો.

સદ્ગતના આત્માને પ્રભુ ચિરશાંતિ અર્પે અને એમના જીવને મોક્ષ બક્ષે તેવી શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામીજીનાં શ્રીચરણ કમળમાં અમારી વિનમ્રભાવની પ્રાર્થના.

Total Views: 175
By Published On: May 1, 2018Categories: Shraddhanjali0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram