આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે.

ડી. આર. બુદ્ધ, રાજકોટ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જૂન-૯૭નો અંક હૃદયસ્પર્શી રહ્યો. મુખપૃષ્ઠનો સ્વામી વિવેકાનંદજીનો આશ્રમ પ્રકૃતિનો ખ્યાલ આપે છે. અંકમાના જુદા જુદા વિભાગો વૈવિધ્યપૂર્ણ સામગ્રી પીરસે છે. શ્રી ભલદેવભાઇ ઓઝાની સત્યકથા ખરેખર કુદરતના ન્યાયનો ખ્યાલ આપે છે. ‘ખોટો ગર્વ’ મોટાઓએ પણ સમજવા જેવી છે. ‘વિવેકવાણી’ યુવાનોને માટે દિવાદાંડી સમાન બની રહે છે.

મહેશ એચ. ઠક્કર, કેરા-કચ્છ ભુજ

હું છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત લવાજમ ભરીને દરેક અંક રસપૂર્વક વાંચું છું. આજના જુવાનો માટે કે જેઓ માનસિક રીતે ક્ષીણ થતા જાય છે તેને માટે આ અંકો રામબાણ પુરવાર થાય છે. વિવેકવાણી તો મૃત્યુને દ્વારે ઊભેલી વ્યક્તિને પણ ઊભી કરી દે છે. ખરેખર તમામ લેખો ખૂબ જ સુંદર છે. ખાસ કરીને ‘કુદરતની કલમે’ ‘સ્મરણ તિજોરીની ચાવી’ અને ‘આનંદ-બ્રહ્મ’ ખૂબ જ સુંદર રીતે લખાયેલા છે. વારંવાર વાંચવા ગમે છે. અંક હાથમાં આવતા એક જ બેઠકે અંક વાંચી જાઉં છું અને ત્યારબાદ મનગમતા લેખો ખાસ કરીને ‘વિવેકવાણી’ મોઢે ન થઇ જાય ત્યાં સુધી વાંચું છું. આજના યુગમાં આપનું માસિક યુવાનોને ખમીરવંતા અને સાચા યુવાનો બનાવનારા લેખો લખીને સમાજને માથે ખરેખર ઉપકાર કરે છે.

રશ્મિ રાજેશભાઇ જોષી, જામનગર

કવિશ્રી ઉશનસનું કાવ્ય શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત ખૂબ જ ગમ્યું. તે અક્ષયકુમારના રામકૃષ્ણ પૂંથીની યાદ અપાવે છે.

નેભાભાઇ યુ. ખુંટી, માંગરોળ

મને શ્રીરામકૃષ્ણ જ્યોત નિયમિત મળે છે અને લેખો બહુ જ સુંદર ભાષામાં અને જીવનને, મનને, કંઇક સુધારી શકીએ અને પ્રભુ તરફ વાળી શકીએ તેવું જાણવાનું મળે છે. તેમાં બાળવિભાગ પણ ચાલુ કર્યો છે તે સારું, કુટુંબમાં નાનાં બાળકો માટે સારી વાર્તાઓ સુંદર દાખલા રૂપે હોવાથી બાળકોને જાણવાનું મળે છે. આપના લેખો ફરી ફરી વાંચુ છું.

– હંસાબહેન જોષી, કેનેડા

જૂન- માસના ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના ઘણા બધા લેખો શ્રેષ્ઠતમ છે. પરંતુ સંપાદકશ્રી મને આ બધું વાંચતાં જણાય છે કે આ અંકમાં શ્રી બલદેવભાઇ ઓઝાનું લખાણ ‘કુદરતની કલમે’ આ સામાજિક વાત આપણા સ્ત્રી સમાજને વધુ સ્પર્શે છે. જો આપ પ્રત્યેક સામયિકમાં આવા દૃષ્ટાંતરૂપ એકાદીક સામાજિક વાત જણાવશો તો મને લાગે છે કે સામયિકનો બહોળો ફેલાવો થશે.

હરસુતા સી. ઓઝા, અમદાવાદ

જૂન ‘૯૭નો અંક વિવિધ નૈવેદ્યથી સજાવેલા રસથાળ જેવો બની રહ્યો. નયનરમ્ય અને હૃદયંગમ. પ્રત્યેક ભુમિકાના રસિક વાચકને તેના જોગું મનભાવન પીરસવામાં આવ્યું છે. તેને પાંગરી રહેલી નવી નવી કળીઓ તેના પ્રસારમાં અને તેની મુખ્ય ધ્યેય પ્રાપ્તિમાં ખૂબ જ ઉપકારક બની રહેશે. આપના સંપાદકીય લેખો પણ ખૂબ આસ્વાદ્ય અને ચિંતનીય બની રહે છે. એક નમ્ર સૂચન કરું કે, પૂ. સ્વામી મહારાજની અદ્‌ભુત ચિંતન-કણિકાઓ વિશેષ સંખ્યામાં અંકમાં મૂકવામાં આવે તેવી અપેક્ષા રહે છે. વિશેષ કરીને યુવાનોને પ્રેરતી ઢંઢોળતી.

મનોહર સી. દેસાઇ, ભાવનગર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિક ઉત્તરોતર વિવિધ વિભાગો અંતર્ગત માનવીનો આધ્યાત્મિક વિકાસ થાય એવા અનેક લેખો અને કાવ્યો દ્વારા સમૃદ્ધ અને સાચા અર્થમાં એક ‘આધ્યાત્મિક માસિક’ બનતું જાય છે. ઘણી વાર એવું અનુભવ્યું છે કે આધ્યાત્મિક લેખોવાળું માસિક વાંચવું કંટાળાજનક લાગે છે પરંતુ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં એવું જણાતું નથી. અંક હાથમાં આવતાંની સાથે જ અંકના બધા લેખો વંચાઇ ન જાય ત્યાં સુધી અંક મૂકવાનું મન થતું નથી. આ માટે લેખોની પસંદગી કરવામાં તંત્રીશ્રીનો માનસિક શ્રય મહત્ત્વનો બની રહ્યો છે.

આર. વી. પાંધી, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના આધ્યાત્મિક, સામાજિક જ્ઞાન આપતા લેખો, સુવિચારો હૃદયસ્પર્શી હોય છે. મહાન વિચારકોના લેખ પણ વાંચવા મળે છે. બાળકો, યુવાનો, વૃદ્ધો સર્વને સ્પર્શતું ઉચ્ચ વિચારો પ્રેરતું વાંચન મળે છે. જૂનના અંકમાં ડૉ. રમેશ કાપડિયાનો લેખ ‘ધ્યાનનું વિજ્ઞાન’ ખૂબ ગમ્યો. લોકોએ જૂના અંકો પસ્તીમાં ન આપી દેતાં તે અંકો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા કરેલ પ્રયત્ન પણ એક સદ્કાર્ય થશે.

જ્યોતિ વી. મર્યક, રાજકોટ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં કોઈ એક સંપ્રદાય કે વિચારને ધ્યાનમાં ન લેતાં માનવીના ઉમદા વિચારોને જ બીજા માનવી સુધી પહોંચાડવામાં આવે છે. સાંપ્રત સમયને જે જરૂરી છે, એ કામ આપના તરફથી ખૂબ સારું થઇ રહ્યું છે. પ્રભુકૃપાએ એ થતું રહેશે.

– મહેશચંદ્ર ‘નિસ્તેજ’, કાકડવેલ

શ્રીરામકૃષ્ણ જ્યોત સમાજના અમાસી અંધકારને દૂર કરવા માટે પૂનમ બનીને પ્રકાશશે જ. સમાજના કુરિવાજોના અંધકારને દૂર કરવા શ્રીરામ અને કૃષ્ણના સાક્ષાત્કાર કરાવવા જે જ્યોત પૂનમ બનીને પ્રકાશી છે. સાચે જ એ એક દેશસેવા છે, સમાજ સેવા છે, ધર્મ કાર્ય છે. જ્યોત’ નારી ક્લ્યાણ, શિક્ષણ સેવા, ધર્મવ્યવહારિકતા અને પર્યાવરણ જેવા પ્રશ્નો પર વિશેષ અજવાળું પાથરશે તો સમાજના ઘણા પ્રશ્નોનું સમાધાન થશે.

પરમાર એમ. જે., અમદાવાદ

‘कुदरतनी कलमे’ घर घर की कहानी है। अच्छी शिक्षा देती है। सभी रचनाएं श्रेष्ठ है इन्हें आगे भी देते रहनेकी व इसी तरह के अन्य लेख भी देने को कृपा करना । आपकी पत्रिका पठनीय संग्रहणीय व शिक्षाप्रद होते हुए भी अन्य पत्रिकाओंसे सस्ती है। भाषा भी सरल है।

अभीजीत परिहार, महिदपुर, (म.प्र.)

मैं विवेक ज्योति रायपुर का पिछले ८-१० वर्षो से सदस्य हूँ उसमें आपकी पत्रिका का विज्ञापन देख कर सदस्य बना था। मैं गुजराती व अन्य भाषायें पढ़ लेता हूँ इसलिये उन्हें मंगाता रहता हूँ ताकि भाषा से सम्पर्क बना रहे व वह भाषा जीवित रहे। आपकी पत्रिका ने मुझे तो लाभान्वित किया ही साथ में कई नवीन लोगों को गुजराती पढ़ना सीखा दिया है। इस पत्रिका को पढ़कर कई लोग अपने ज्ञान का वर्धन कर रहे है। पत्रिकाका संचयन सुयोग्य मार्गदर्शन में हो रहा है। विषय को समझाने के शैली व भाषा सरल सुबोध होनेसे सरलता से समज में आ जाती है। महिलाये, बच्चे, बड़े, ज्ञानी, सभी के लिये दिशा बोध होनेसे पूरे परिवार की पत्रिका है। सभी इसे चावसे पढ़ते है व लाभान्वित होते है। हमारे परिवार का सबसे छोटा बच्चा परिवेश कहानी सून व चित्रों को देखकर इतना प्रभावित हुआ कि अब वह गुजराती पढ़ लेता है व पत्रिका आने पर पहले वही पढ़कर बाद में अन्यों को पत्रिका देता है। अभी उसकी उम्र पांच वर्ष ही है। आपकी पत्रिका उन्नति पर है। अधिक लोकप्रिय बनती जा है। सभी पत्रिकाओंमें प्रथम स्थान पर रहने योग्य हो गई है। परिवार के पूरे मार्गदर्शन का कार्य करती है ।

भगवतीकुमार, मदिहपुर, (म.प्र.)

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.