‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દરેક અંક સંપૂર્ણ. . . સંપૂર્ણ હોય છે. કોનાં વખાણ કરવાં. બધા જ કોલમમાં જીવનમાં કંઇકને કંઇક ઉતારવા જેવું જ હોય છે. દરેક કોલમ સત્ માર્ગે દોરી જનાર હોય છે.

– ગિરીશ કાંજાણી, જૂનાગઢ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દીવાળી અંક ખરેખર સુંદર છે. છાપકામ, મુખપૃષ્ઠ પણ ગમ્યાં. ખાસ તો ‘અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા : સ્વામી વિવેકાનંદ’ અંતર્ગત સુભાષચંદ્ર બોઝનો લેખ સવિશેષ પસંદ પડ્યો.

– જ્યોતિ દોશી, જામનગર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો ઑક્ટો. – નવે. ‘૯૭નો વંદનીય શ્રી વિવેકાનંદજીના આકર્ષક મુખપૃષ્ઠ સાથેનો દીવાળી અંક ખૂબ જ ગમ્યો. ‘વિવેક વાણી’ અંતર્ગત સ્વામી વિવેકાનંદજીના વિચારો જાણ્યા. વિવિધ માહિતીસભર લેખો સહિતનો અંક સારો બન્યો છે.

– કલ્યાણી ધર્મેશ એન., જસદણ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો ઑક્ટોબર – નવેમ્બર – ‘૯૭નો અંક વાંચ્યો. વિવેક વાણીમાં સ્વામી વિવેકાનંદે લખેલો ‘મારો ઈશ્વર’ આ લેખ ખૂબ જ ગમ્યો. આ લેખમાંથી ખૂબ જ જાણવા મળ્યું કે દીન દુખિયાઓમાં રહેલો એવો ‘મારો ઈશ્વર’એ મારી પૂજાનો વિશેષ વિષય છે.

– કોટડિયા રમેશ એચ., ગોંડલ

દીપોત્સવી અંક ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક’ રૂપે પ્રગટ કરવા બદલ શ્રીરામકૃષ્ણ જ્યોત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને આવરણ ચિત્ર ખૂબ જ આકર્ષક રહ્યું. સ્વામી વિવેકાનંદજીની વિવિધ પ્રતિમાઓ મનમોહક રહી. અંકમાંનાં લેખો, કાવ્યો, મુલાકાત, જુદી જુદી તસવીરો વગેરે ખૂબ જ ગમ્યાં. ખાસ કરીને સંપાદકીય હેઠળનો લેખ ‘નમ્ર ઝાકળના બિંદુ જેવું’ દ્વારા ઉપયોગી આંકડાકીય માહિતી મળી.

– મહેશ હરિદાસ ઠક્કર, મુંદ્રા – કચ્છ

શ્રીરામકૃષ્ણ જ્યોત (ઑક્ટો – નવે. અંક) બહુ જ ઝીણા અક્ષરોમાં છપાયેલ છે તેથી વાંચવામાં બહુ જ તકલીફ પડે છે. વળી અક્ષરોમાં શાહી પણ ઘણી જ ઓછી છે એટલે થોડું ઘણું સ્પષ્ટપણે વંચાતું હતું તે પણ વંચાતું નથી. મારા ધારવા પ્રમાણે અક્ષરો ઘણા નાના હોવાથી અંક વાંચવા માટે લાગણી ઓછી થાય છે. ભલેને સુંદર લખાણ હોય!!

– પી. વી. ગોહિલ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ જ્યોતનો આનંદ-બ્રહ્મ વિભાગ વાંચી મને અતિ આનંદ થયો. આનંદ-બ્રહ્મ. એવો આનંદ જે આ નાશવંત સંસારમાંથી સાચા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આપ જ્ઞાનપિપાસુ માટે એક અણમોલ કાર્ય કરી રહ્યા છો, જે હું શબ્દથી વર્ણન ન કરી શકું.

– જી. એસ. ગોસાઇ, ધંધુકા

શ્રીરામકૃષ્ણ જ્યોત નો અંક મળ્યો છે, ‘મા’ વિશેનો સચિત્ર સંપાદકીય લેખ ખૂબ સુંદર છે. આરતીના શ્લોકોને લગતા અને એવા બીજા લેખો પુસ્તકાકારે પ્રકાશિત થઇ ન શકે? એ topic eternal છે. આવો આનંદ આપવા બદલ હાર્દિક અભિનંદન.

– દુષ્યંત પંડ્યા, જામનગર

ઑક્ટોબર – નવેમ્બર ‘૯૭ના અંકમાં ઘણી સામગ્રી છે. દુનિયાભરનાં આશ્રમો વગેરેની માહિતી ઘણી ઉપયોગી થાય તેમ છે. જુલાઇ મહિનામાં અમેરિકા જઇશ ત્યારે એકાદ બે આશ્રમમાં જરૂર જઇશ. સ્વામીજી ઉપરનું વિનોબાનું લખાણ, પહેલાં વાંચેલુ નહીં એટલે રસપ્રદ લાગ્યું. કાકા કાલેલકરનો લેખ ઘણો ગમ્યો. એમની સાહિત્યશૈલી હું વિદ્યાર્થી હતો (પચાસ વરસ ઉપર) ત્યારે માણેલી તે ફરીથી માણી.

– દેવેન્દ્ર કે. ઓઝા, મદ્રાસ

આ સાહિત્ય યુવાનોમાં તો જાગ્રતતા લાવે જ છે. પરંતુ મડદામાં પણ પ્રાણ પૂરે એવા લેખો અંદર સંગ્રહાયેલા હોય છે. મને ખૂબ જ પ્રિય સામયિક લાગે છે.

– રાજેશકુમાર રજનીભાઇ પટેલ, વલસાડ

આપના તરફથી શ્રીરામકૃષ્ણ જ્યોતના તમામ અંક આખા વર્ષ દરમિયાન નિયમિત મળતા આવ્યા છે. તેમાં જીવન ઉપયોગી અમૂલ્ય લેખ મળતા રહે છે તે બદલ તમામ સંચાલકોનો ખૂબ ખૂબ આભાર.

– ભરત આર. ભટ્ટ, જૂનાગઢ

What a wonderful Diwali issue of Ramakrishna Jyot! Congratulations to you for publishing such a wonderful issue. We like to call it ‘International issue’ because it has information about all centers in the world.

– Rajen, Meera & Shyam, New Jersey (U.S.A.)

‘Diwali Special’ of ‘Ramakrishna Jyot’ is extraordinary from all points of view.

-Vivek P Kapadia, Gandhinagar

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.