આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિશાખાપટનમ જિલ્લાના યેલ્લામનચીલ્લી મંડળનાં આઠ ગામોના ૧,૬૪૦ પરિવારોમાં નીચેની વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું :

૧,૬૪૦                નંગ ધાબળા,
૬૩                     નંગ ધોતિયાં,
૧૯૯                   નંગ સાડીઓ,
૪૮૨                   નંગ તૈયાર વસ્ત્રો,
૧૭                     વાસણના સેટ

યેલ્લામનચીલ્લી મંડળનાં જ કોઠાપાલેમ અને સોમલિંગપાલેમ ગામોમાં વાવાઝોડાગ્રસ્ત પરિવારો માટે ૨૦૦ મકાનોનું બાંધકામ શરૂ થઈ રહ્યું છે.

૧૧મી ઓગષ્ટે ગુંટુર જિલ્લાના રેવાલ્લે મંડળના લક્ષ્મીપુરમમાં એક શરણાર્થી સામુદાયિક ભવનના બાંધકામ માટેનો શિલાન્યાસ વિધિ થયો હતો. ગુંટુર જિલ્લામાં આવાં ત્રણ વધુ શરણાર્થી સામુદાયિક ભવનોનું બાંધકામ કરવામાં આવશે.

ગુંટુર જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત લોકો માટેના આર્થિક વિકાસના કાર્યક્રમો સારી રીતે ચાલી રહ્યા છે.

પ.બંગાળ વાવાઝોડા રાહતકાર્ય

૨૪ પરગણા જિલ્લાના હિંગલગંજ બ્લોકના માલેકનગુમટી ગામમાં બે માળના શરણાર્થી શાળાભવનનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

મેઘાલય વાવાઝોડા રાહતકાર્ય

રામકૃષ્ણ મિશનના ચેરાપુંજી કેન્દ્ર દ્વારા શેલા નદીની પાસેના કાલોકટ ગામના ૨૫ વાવાઝોડાગ્રસ્ત પરિવારોને પોતાનાં મકાનોનું પુન: બાંધકામ કરવા માટે સહાય પહોંચાડવામાં આવી રહી છે.

રામકૃષ્ણ મિશન, ફીજી

રામકૃષ્ણ મિશનના ફીજી કેન્દ્રની શાળાના ચોથા ફોર્મના એક વિદ્યાર્થીએ “Fiji English Speaking Contest”માં રાષ્ટ્રીય શીલ્ડ મેળવ્યું છે.

રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

૧૦મી ઑગષ્ટે સવારે ૧૦ વાગ્યે એસ.એન.ડી.ટી. મહિલા કૉલેજમાં ‘સર્વધર્મસમન્વયક શ્રીરામકૃષ્ણ’ એ વિષય પર, બપોરે ૪-૦૦ વાગ્યે બંગાળી ક્લબમાં શ્રીરામકૃષ્ણ કથામૃત પર અને સાંજે ૬ વાગ્યે પ્રેમાનંદ હૉલમાં, ‘આધુનિક યુગકે લિયે ગીતા કા સંદેશ’ એ વિષય પર રામકૃષ્ણ સંઘના સંન્યાસીનાં પ્રવચનો યોજાયાં હતાં.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

૧૫મી ઑગષ્ટે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર રામકૃષ્ણ સંઘના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.

૧લી સપ્ટેમ્બરે શ્રીરામકૃષ્ણ ગાથા પર પ્રવચન અને પ્રશ્નોતરીના કાર્યક્રમો રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની નિશ્રામાં યોજાયાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂરપીડિત રાહત સેવાકાર્ય

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના છેલ્લા અંકના સમાચાર પછી શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં ૨ ગામડાં, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને લીંબડી તાલુકાનાં ૬ ગામડાં, વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકાનાં ૧૫ ગામડાં અને ખેડા જિલ્લાના પેટલાદ-માતર તાલુકાનાં ૧૦ ગામડાંને પૂર રાહત સેવા કાર્યમાં આવરી લીધાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૩૧ કુટુંબોમાં ૨૯૪૦૬ કિ. ગ્રામ અનાજ, ૨૦૯૮ નંગ સાડી-ચાદર-ધોતી વગેરે અને ૧૪૧૪ મિટર કાપડ, ૪,૯૭૫ વાસણ સેટનું વિતરણ કાર્ય થઈ ચૂક્યું છે. આશ્રમનું આ સેવા કાર્ય ચાલુ રહેશે. અત્યંત ગરીબ વર્ગનાં કુટુંબીજનો માટે પૂરને કારણે વિનાશ પામેલાં મકાનોનું પુનર્નિર્માણ કાર્ય હાથ ધરવાનો પણ અમારો ઈરાદો છે. આવા પ્રત્યેક મકાનના બાંધકામનું ખર્ચ લગભગ રૂપિયા વીસ હજાર થશે.

આ કાર્ય માટે દાન સાભાર સ્વીકારવામાં આવશે.

સ્વામી વિવેકાનંદ શતાબ્દી સ્મારક નિબંધ સ્પર્ધા ૧૯૮૦

ધોરણ ૧૦ પી.ટી.સી. માટે વિષયો

(૧) ૧૮૮૮ થી ૧૮૯૩ સુધીનું સ્વામી વિવેકાનંદનું પરિવ્રાજક જીવન
(ર) પ્રેમ, કરુણા, ૠજુતાની મૂર્તિ શ્રીમા શારદાદેવી
(૩) સ્વામી વિવેકાનંદના સેવા આદર્શો અને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની માનવકલ્યાણ પ્રવૃત્તિઓ.

કૉલેજ વિભાગ (પોલિટેકનિક કૉલેજ સાથે) માટેના વિષયો

(૧) ૧૯મી સદીનું ભારત અને શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ
(૨) સ્વામીજીએ પશ્ચિમમાં કરેલાં ભારત અને વિશ્વ માટેનાં કાર્યો
(૩) સંઘજનની શ્રીમા શારદા

ધોરણ ૧૧/૧૨ પી.ટી.સી. વિભાગના વિદ્યાર્થીઓએ ૧૦૦૦ શબ્દોમાં અને કૉલેજ વિભાગના વિદ્યાર્થીઓએ ૨૦૦૦ શબ્દોમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષામાં ફૂલસ્કેપ કાગળની એક બાજુએ શાહીથી લખવાનું રહેશે.

બંને વિભાગમાં ત્રણ ત્રણ પારિતોષિકો છે. ગુજરાતની કોઈ પણ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકશે. નિબંધ લખીને મોકલવાની છેલ્લી તારીખ ૨૦-૧૧-૯૦. મોટા ભાગની શાળાને પરિપત્ર રવાના કર્યો છે. છતાં ન મળે તો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧ આ સરનામે સંપર્ક સાધવા નમ્ર વિનંતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આગામી કાર્યક્રમો

તા. ૧૭૧૦૯૦ બુધવાર : શ્રી શ્રીકાલીપૂજા સમારોહ-રાત્રે ૯ વાગ્યે પૂજાપ્રારંભ, ભજન, હવન, પૂજા સમાપન પછી પ્રસાદ વિતરણ.

તા. ૩૧૧૦૯૦ બુધવાર : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનસંદેશ વિશે. સંધ્યા આરતી બાદ પ્રવચન.

તા. ૧૧૯૦ શુક્રવાર : ગુરુ નાનક જયંતી પ્રસંગે ગુરુ નાનકના જીવનસંદેશ વિશે. આરતી બાદ પ્રવચન.

તા. ૧૧૯૦ શનિવાર : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મતિથિ (૨ નવેમ્બર) નિમિત્તે તેમના જીવનસંદેશ વિશે પ્રવચન. સંધ્યા આરતી પછી.

તા. ૨૬૧૧૯૦ સોમવાર : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનસંદેશ વિષે પ્રવચન સંધ્યા આરતી પછી.

તા. ૧૪ અને ૩૦ ઑક્ટોબર તથા ૧૩ અને ૨૮ નવેમ્બરે એકાદશી નિમિત્તે શ્રીરામનામ સંકીર્તન (સંધ્યા આરતીના એક કલાક પહેલાં લગભગ ૬ વાગ્યે).

દર રવિવારે સામાન્યત: સ્વામી મુમુક્ષાનંદજીનું ‘ગીતા’ પર પ્રવચન સંધ્યા આરતીના એક કલાક પહેલાં (લગભગ ૬ વાગ્યે) તેમ જ દર શનિવારે સામાન્યત: સ્વામી નિખિલેશ્વરાનંદનું ‘કર્મયોગ’ પર પ્રવચન સંધ્યા આરતીના એક કલાક પછી (લગભગ ૭-૩૦ વાગ્યે) યોજાય છે.

દર રવિવારે બપોરે ૪-૦૦ વાગ્યે યુવાભાઈઓ માટે કાર્યક્રમ યોજાય છે.

ઉપર્યુક્ત કાર્યક્રમોમાં સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે.

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.