તેમની 23 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ પહેલીવાર શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના મિત્ર સુરેન્દ્ર નાથના ઘરે નવેમ્બર 1881ના રોજ મળ્યા હતા.

નરેન્દ્ર તેમના મિત્રો સાથે દક્ષિણેશ્વર ગયા અને રામ કૃષ્ણને મળ્યા તથા તેમની વિનંતી પર થોડા ગીતો ગાયાં. આ ગીતો સાંભળીને રામકૃષ્ણ સમાધિમાં જતા રહ્યા અને પછી ગુરુ તરીકે રામકૃષ્ણ સાથે, તેમના જીવનનો વળાંક શરૂ થયો. શિષ્ય બન્યા પછી, તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ.

નરેન્દ્ર રામકૃષ્ણને તેમના શિક્ષક તરીકે સ્વીકારતા નહોંતા તેથી તેમણે રામકૃષ્ણની વિવિધ રીતે પરીક્ષા કરી અને તેમને ઘણા આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા. પરંતુ તેમના આધ્યાત્મિક વિચારો પર વિશ્વાસ કર્યા પછી તેઓ શ્રી રામકૃષ્ણના સૌથી નજીકના શિષ્ય બન્યા હતા.

તેમણે વેદાંત શીખ્યા અને આપણા રોજબરોજના જીવનમાં લઈ ગયા, દરેક રાષ્ટ્રને આશા આપી તેમજ તેમને સાક્ષાત્કાર કરાવ્યો અને બતાવ્યું કે કેવી રીતે આપણી પોતાની દિવ્યતા પ્રગટ કરવી અને ધ્યાન દ્વારા રામ કૃષ્ણના ધ્યાનના પાઠનો અમલ કરવો.
નરેન્દ્ર રાષ્ટ્રની સમસ્યાઓ અને રોગોને દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યારે નરેન્દ્ર ધ્યાન કરી રહ્યા હતા ત્યારે રામકૃષ્ણએ તેમને ભગવાન બાળક તરીકે બતાવ્યા અને આધ્યાત્મિક રીતે કેવી રીતે વધવું તે પણ માર્ગદર્શન આપ્યું.

આધ્યાત્મિક ભક્ત અને એક શિષ્ય તરીકે નરેન્દ્રએ આપણા હિંદુ ધર્મના આધ્યાત્મિક વેદાંતની યાત્રા ઘરે-ઘરે લઈ જઈને દરેક મહિલાના જીવનમાં મદદ કરી. સશક્તિકરણ, બાળ લગ્ન અને સામાજિક પ્રવૃત્તિઓ જેવા ફેરફારો આધ્યાત્મિક વિકાસ દ્વારા કરવામાં આવ્યા હતા.

તેણે જોયું કે કેવી રીતે રામકૃષ્ણે દારૂના નશામાં પતિ, વર્તન, બેરોજગારી જેવી પારિવારિક સમસ્યાઓમાં ઘણી સ્ત્રીઓને મદદ કરી અને તેમને આ બધી બાબતોથી શિક્ષિત કર્યા જ્યારે નરેન્દ્ર તેમની પાસેથી શીખ્યા. તેવું જ કાર્ય, તેમણે આપણા રાષ્ટ્ર માટે મદદરૂપ બનીને કર્યું. રામકૃષ્ણને આપણા રાષ્ટ્ર માટે નરેન્દ્રનું સર્વગ્રાહી આધ્યાત્મિક કાર્ય પસંદ હતું.

4 જુલાઇ 1902ના રોજ 39 વર્ષની વયે તેમનું અવસાન થયું અને તેમના શિષ્યોના કહેવા પ્રમાણે તેમણે એ જ દિવસે મહાસમાધિ પ્રાપ્ત કરી

આપણે નિહાળયું કે ગુરુ અને શિષ્ય બંનેએ આધ્યાત્મિક દ્રષ્ટિ અને એકબીજા પ્રત્યેના પ્રેમ સાથે તેમની યાત્રા શરૂ કરી અને સમાપ્ત કરી. એક ભક્ત તરીકે મા સરદાદેવી રામકૃષ્ણની પત્નીને પણ આધ્યાત્મિકતા અને રાષ્ટ્ર પરના તેમના કાર્ય વિશે પ્રેમ હતો. ગુરુ અને શિષ્યને જોઈને તે નરેન્દ્રને આધ્યાત્મિક ભક્ત ભગવાન બાળક તરીકે બોલાવીને ખુશ થતી. તેમણે નરેન્દ્રની માતા તરીકે કાળજી લીધી. નરેન્દ્રને પણ માતા અને રામકૃષ્ણ બંને પ્રતયે પ્રેમની લાગણી હતી. સ્વામી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ આપણા રાષ્ટ્રના આધ્યાત્મિક ગુરુ અને શિષ્યની યુગપુરુષ પ્રતીમાંથી એક હતા.

નરેન્દ્રના સફળતાનો મંત્ર હતો, “ નિર્ભય બનો, બળવાન બનો, સાચા બનો, નિષ્ઠાવાન બનો, નિઃસ્વાર્થ બનો અને તમારા દેશના કલ્યાણ માટે પ્રયત્ન કરો”

“જય ઠાકુર”

મીરા દેવલ, સુરત

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.