“Nothing is More Simple than Greatness”,

Indeed, To Be Simple is to Be Great”..!~Emerson

ઈમર્સનનો આ ખૂબ સુંદર અને ઊંડો વિચાર છે કે “મહાનતા જેવું સરળ કંઈ જ નથી, પરંતુ, ખરેખર તો સરળ હોવું એ જ મહાનતા છે..!!”

સરળતાનો એક અર્થ એ છે કે જે માણસ સરળ હોય, તેનું હદૃય નિર્મળ હોય છે, ત્યાં દંભ નથી, અંદર અને બહાર વાતો કે ભાવનાઓની જુદી વાત નથી સમાન હોય, આ ખરેખર તો એક અઘરું કાર્ય છે, સંસારના વ્યવહારો, જુદી જુદી વ્યક્તિઓ, વ્યક્તિઓનાં વર્તનો કે સારાં કડવાં અનુભવો કે અનુકૂળ, પ્રતિકૂળ સમયમાં આ બધાં વચ્ચે બહુ ગણ્યાંગાંઠ્‌યા લોકો પોતાના હૃદયની નિર્મળતા, સ્વભાવની સરળતા કે નિર્દોષતા જાળવી શકતાં હોય પરંતુ જેઓ આવી અનેક કડવાશ સામે આ આત્માની નિર્મળતા જાળવી શક્યાં છે એ તમામ મહાન છે..

લોકો આ સરળતાનો ફાયદો પણ ઉઠાવશે કે એને બદલવાની પણ કોશિશ કરશે, પરંતુ આવા જ લોકો દુનિયામાં બદલાવ લાવી શકવા સક્ષમ હશે.

સરળતા એ સ્વભાવની સરળતા છે, સરળતાનો અર્થ એ બિલકુલ નથી કે તમે ઓછા બુદ્ધિશાળી કે ઓછી આવડત ધરાવનાર વ્યક્તિ છો, તમને દુનિયાની બાબતની ગતાગમ ન હોય કે સમજદારી ના હોય, પરંતુ તમે તેજસ્વી, હોશિયાર હોવા છતાં પણ તમે નમ્ર હો ,એવું હોવું સરળતા છે..!

સત્તા છે પણ એનો દુરુપયોગ નથી કરતાં એય સરળતા છે..!

ભરપૂર જ્ઞાન અને આવડત છે પણ અભિમાન નથી તો એ સરળતા છે..!

ખૂબ ધનવાન છો પણ છતાંય નિરાભિમાની કે દાની છો તો એ પણ સરળતા છે..!

સત્તા, ધન, કીર્તિ, જ્ઞાન, આવડત વગેરે બાબતો ઘણી વખત સરળતા છીનવી લે છે, પરંતુ જેનો મૂળ સ્વભાવ જ સરળ હોય તે ગમે તેટલું ધન, ગમે તેટલી સત્તા, ગમે તેટલું જ્ઞાન કે ગમે તેટલી કીર્તિ પ્રાપ્ત કરે તો પણ તે સરળ જ રહે છે. જો તમે આવા જ સરળ હોય તો આ સરળતા ટકાવી રાખજો, સમય, દુનિયા અને લોકો બધાં તમારામાંથી આ સરળતા બાદ કરવા આવશે, તમારી અને બીજાઓની સ્પર્ધા કે સરખામણીઓ કરશે પણ યાદ રાખવું કે અન્ય વ્યક્તિઓ કરતાં તમે જુદાં છો એટલે બે વ્યક્તિઓની સરખામણી કરવી એ કુદરતની ક્રિએટિવિટી પર સવાલ કરવા જેવું છે,અન્ય જેવા નથી અથવા અન્યથી અલગ હોવું એટલે કે “પોતે પોતાના જેવા હોવા માટે” કદી શરમાવું નહિ,આ સરળતાના ધણી હોવું અને ટકાવી રાખવી એવા નસીબદાર અને સક્ષમ બધાં નથી હોતા !

“મહાન નહિ બનો તો ચાલશે સરળ બનશો તો મહાન આપોઆપ બની જવાશે”!

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.