આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં માનવ છે ત્યાં વિજ્ઞાન અને આધ્યાત્મ બન્ને છે. સદીઓ જૂનો એક પ્રશ્ન રહ્યો છે કે શું મન અને શરીર જુદા છે? થોડીકવાર વાંચીએ તો એમ જ લાગે કે ના બેય અલગ અલગ છે પણ વાસ્તવમાં બન્ને એકબીજાના પૂરક છે એકને બીજા વગર ચાલતું નથી એની જેમ જ ભારતીય સંસ્કૃતિની પણ બે આધારશિલા તે આ વિજ્ઞાન અને બીજું અધ્યાત્મ.

આધ્યાત્મના વિદ્વાનોએ જુદા જુદા અર્થઘટનો કરેલા છે પણ સ્વામી વિવેકાનંદની આદ્યત્મિકતાની વાતો તો કંઇક અલગ અને નવો જ ચીલો ચાતરે છે એ ત્યારે ખબર પડે કે જ્યારે આપણે એના જીવનમાં ઉતરીએ એના લખાણોનું અધ્યયન કરીએ, અહીં અધ્યયન કરવા કરતાં પરિશીલન કરીશું તો વધારે યથાર્થ રહેશે. ધર્મની આ બે બાજુ કે પાંખો છે અધ્યાત્મ અને વિજ્ઞાન એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી જ. એક વખત સ્વામીજીનું પુસ્તક હાથમાં આવ્યું સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ એવું અદ્‌ભુત પુસ્તક છે ખૂબ જ રોચક માહિતીથી ભરપૂર છે. એમાં જે સંદેશો એમને લખેલા છે જેનાથી આપણે ખૂબ જ ઉર્જાવાન બનીએ છીએ. શબ્દે શબ્દે સ્વામીજીનો ભારત પ્રત્યેનો એક નવો જ જોસ્સો પ્રગટ થતો હોય એ જોઈ શકાય છે. સિંહ જેવા છો યુવાન છો ગર્જના કરો કોઈ કામ એવું નથી એ અસંભવ હોય ઉભો થા અને કામ કર. આ શબ્દો છે સ્વામીજીના.

બહુ ઓછા શબ્દોમાં અહીં આ વાત મૂકી છે હજુ ઘણું કહી શકાય સ્વામીજી વિશે અહીંયા બસ આટલું જ.

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.