સ્વામીજીને પ્રણામ,

આપના તરફથી મને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સામયિક નિયમિત મળે છે. તેના સુંદર લેખન અને પ્રકાશન માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપની સંસ્થાના પ્રકાશન થકી એમનો સંદેશ લોકો સુધી પહોંચે, એમાં આપ સૌનું અભિયાન સફળ થાય એવી શુભેચ્છાઓ.

આમ તો હું વ્યવસાયે ડેન્ટિસ્ટ છું. પણ અમદાવાદ અને ગાંધીજી વિષયક સંશોધન, લેખન અને દસ્તાવેજી ફિલ્મ નિર્માણ છેલ્લાં ત્રીસ વર્ષથી કરું છું. મારા નવા પ્રકાશન—‘અમદાવાદનામા’માં ‘સ્વામી વિવેકાનંદ અમદાવાદમાં’ મેટર સમાવી છે. મારી Welcome to Ahmedabad.com વેબસાઈટ જોવા વિનંતિ—મારી ફિલ્મ ‘ગાંધી@ અહેમદાબાદ’, સાબરમતી કે સંત, સ્વચ્છાગ્રહ અને અમદાવાદ અલગારી મારું વીડિયો ગીત યુ-ટયૂબ પર જોવા મળશે. ફિલ્મ નામની સાથે ડૉ. માણેક પટેલ, અમદાવાદ ફાઉન્ડેશન લખવું.

જૂન-જુલાઈમાં ગાંધી હેરિટેજના અનુસંધાનમાં રાજકોટથી આમંત્રણ મળ્યું છે. આ સમયે હું આશ્રમની મુલાકાત લઈશ. આ મુલાકાત માટે મારે રાજકોટનો ઇતિહાસ (સ્થાપના-નામ-ઐતિહાસિક માહિતી)ની સાથે આપના આશ્રમની સ્થાપનાની માહિતી જાણવી છે.

આપશ્રી મદદરૂપ થાઓ, એવી નમ્ર વિનંતિ.

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.