એક બાજુ ખુલ્લા આકાશે ઊંચે ઉડવાનું મન રોકી શકાતું નથી,
અને –
બીજી બાજુ માયાથી ભીંજાયેલ પાંખોના ભારથી જમીન પર પણ ચાલવું મુશ્કેલ છે!
ક્યારે આ ભીંજાયેલ પાંખોનો ભાર
કોઈ પરમજ્ઞાનના તાપે સુકાશે,
ક્યારે ઈશ્વરદત્ત સુષુપ્ત શક્તિઓ
જાગ્રત થશે,
ક્યારે એ ‘potentially divine’ નો
અંતરે જ સહજ સાક્ષાત્કાર થશે અને,
એક ઊંચી ઉંડાણનો ઉર્ધ્વગામી પંથ ખુલ્લો થશે?
હવે,
બસ આ વ્યાકુળતા વધતી જ રહે
એના સુખદ અંજામ સુધી,
અને,
એને સાકાર કરવા
કોઈ ઈશ શક્તિ મળે
એ જ અંતરેચ્છા!
Your Content Goes Here