સ્વપ્રકાશે પ્રકાશિત બ્રહ્મ
શાસ્વત પ્રેમે સુરભિત બ્રહ્મ
‘સ્વ’ પ્રમાણે પ્રમાણિત બ્રહ્મ
તત્વમસીથી પ્રતિપાદિત બ્રહ્મ
જ્ઞાનતત્વે બહુ ચર્ચિત બ્રહ્મ
ભક્તિરસથી ભીંજીત બ્રહ્મ
રાજવિદ્યાએ સ્થાપિતબ્રહ્મ
કર્મે કુશલે ભૂષિત બ્રહ્મ
અત્ર, તત્ર, સર્વત્ર અંકિત બ્રહ્મ
જણ જણે અંત:સ્થિત બ્રહ્મ
પ્રકૃતિ અંકે પ્રસ્થાપિત બ્રહ્મ
આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ!
Total Views: 59
Your Content Goes Here