(આલ્બર્ટ સૅડલરના પુસ્તકમાં છપાયેલ લેખ ‘The Banyan Tree’ નો ગુજરાતી ભાવાનુવાદ પ્રોફેસર ડાંકૃતિ બકુલેશ ધોળકિયાએ કરેલો છે, જેઓ સી.યુ. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજી વિષયનું અધ્યાપનકાર્ય કરે છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ બે દાયકાથી વધારે સમયથી જોડાયેલાં છે.)

રામકૃષ્ણ ચળવળ એક વટવૃક્ષ છે. આ વટવૃક્ષના ઇતિહાસની એક ઝલક કંઈક આ મુજબ છે.

આ વટવૃક્ષનું નાનકડું બીજ અંકુરિત થયું કામારપુકુરમાં, જે છાજલીવાળાં ઝૂંપડાં, માટીનાં ગર્ભગૃહો તથા ક્યારેક ક્યારેક જોવા મળતા બગલાઓની ઉડાનથી ભરેલું જાણે ઝૂલતું રહેતું એક રૂપકડું ગામ હતું.

છોડ જ્યારે મોટો થયો ત્યારે એનું એક મૂળ ગંગાનદીના કાંઠે દક્ષિણેશ્વર જઈ પહોંચ્યું અને બીજું જયરામવાટીએ, જ્યાંની ભૂમિ સાથે એ બંધાયું.

થોડુંએક વિચિત્ર એવું એક મૂળ કોલકાતાનાં સ્ટાર થિયેટરની પૃષ્ઠભૂમિમાં જઈને ધરબાયું, અને હજુ એક મૂળ રોપાયું કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજનાં કૅમ્પસમાં જઈને.

એ વૃક્ષની ચેતનાશક્તિ એનાં દરેકેદરેક મૂળમાં ઊંડે સુધી ઊતરી અને એ તમામ મૂળને એણે થડમાં પરિવર્તિત કરી દીધાં—જેમ વૃક્ષે આ દરેકમાંથી, વિવિધ પ્રકારનાં તંતુ-મૂળમાંથી શક્તિ શોષી.

વૃક્ષનાં મૂળ ભારતમાં ધરબાયેલાં હતાં પરંતુ આ વૃક્ષ ભારતીય વૃક્ષ ન હતું. વૃક્ષોને રાષ્ટ્રીયતા નથી હોતી, ન તો એમને પાસપોર્ટ જોઈએ. કોઈ રાષ્ટ્ર એવી ભૂલભરેલી ભ્રમણા ધરાવે છે કે વૃક્ષો પ્રવાસ નથી કરતાં.

ઈ.સ. ૧૮૯૩માં જ્યારે સ્વામી વિવેકાનંદ બૉસ્ટન આવ્યા ત્યારે તેઓ જૉની એપલસીડ તરીકે નહોતા આવ્યા. આ રામકૃષ્ણ વૃક્ષને ‘પફબૉલ્સ’ (દડાના આકારની ફૂગ) કે પીંછાવાળી ચકરડીઓની મદદની જરૂર નહોતી. એ પવન પર થઈને સવાર ન થયું પરંતુ કોઈ રહસ્યમય રીતે એ અન્યત્ર પહોંચી ગયું. એનાં હવામાંના મૂળિયાં એ બીકન હિલનો સ્પર્શ કરી જ ચૂક્યાં હતાં. ‘મિનિટ મેન’ (અમેરિકાના યુદ્ધ માટે તહેનાત રહેતા ક્રાંતિકારીઓ) આ વખતે જોઈ રહ્યા નહોતા. આ વખતે એ બ્રિટિશરો નહોતા જેઓ વિદેશની ધરતી ઉપર ઉતર્યા હતા. બ્રાહ્મણ એ ‘બ્રાહ્મણવાદ’ શું એ સમજી શકવાની તૈયારીમાં જ હતા.

વૃક્ષનાં મૂળ શિકાગો સુધી પહોંચ્યાં, અમેરિકાનું બ્રેડ-બાસ્કેટ, એવું શહેર કે જે પશ્ચિમનાં વિશાળ મેદાનો તરફ લઈ જતું હતું. જો બૉસ્ટન એ આપણા આંતરિક સીમાડે ખડું થયેલ હતું—આપણા અંતરાત્માના અવાજની સીમ પર—તો શિકાગો એ આપણાં રાજસિક ભવિષ્ય અને આપણા તામસિક વર્તમાનના સીમાડે ઊભેલ હતું: પૉર્કબેલીઝ (સુવરના પેટનું માંસ) તથા રેલનાં જંક્શન, લાલ તથા ભૂરાં નેટવર્કસ તથા પીળા રંગના છાપાંના ચોપાનીયાં દેખાય એવી ભૂમિ. વેદાંતનાં આ વૃક્ષે આ બધામાંથી પોષણ મેળવ્યું—ન્યૂ ઇંગ્લૅન્ડ, ન્યૂ સ્વીડન, ન્યૂ જર્મની, ન્યૂ પૉલેન્ડ—અને  આ બધાંયને એણે આપ્યું પણ ખરું. વિશ્વવ્યાપકતાની ભેટ આપી—મૂળમાં સ્થિત રહીને અને છતાંયે ભૂમિનાં આવરણોથી પર થઈને. બૉસ્ટનમાં વિવેકાનંદે સુકાયેલાં એવા બ્રૂક ફાર્મ અને વૉલ્ડનનાં વચનને ઉપયોગમાં લીધાં અને શિકાગો અને ન્યૂ યોર્ક અને સૅન ફ્રાન્સિસ્કોમાં સૅન્ડબર્ગ અને કૅરૂએક અને હેન્રી જ્યોર્જનાં આગમનને સાંકેતિક રૂપે સૂચવી આપ્યું. “યાન્કીના એ દેશ (અમેરિકા) ને હું ચાહું છું.” સ્વામી વિવેકાનંદે લખેલું, “મને નવી નવી વસ્તુઓ જોવી ગમે છે…. પ્રાચીન ખંડિયેરોમાં ભટકવાની…. મારી જરાય મરજી નથી…. એનાં પ્રમાણમાં મારાં લોહીમાં ઘણો વધારે જુસ્સો છે.”

વૃક્ષ સમુદ્રોના સીમાડા ઓળંગી ગયું હતું, એણે અજાણ રાષ્ટ્રોને એકમેક સાથે જોડી દીધાં હતાં. આજે મુખ્ય થડ બેલૂરમાં છે.

પરંતુ આ કોઈ એક થડવાળું લાંબું અને પાતળું ‘એસ્પન’નું ઝાડ (કાંપતાં પાંદડાંવાળું ‘પૉપ્લર’નું ઝાડ) કે ‘એલમ’ (ચરલ કે કણજો) નું ઝાડ નથી. આ એવું વૃક્ષ છે કે જે એકીસાથે (ફેલાયેલું) જંગલ પણ છે, જેનાં મૂળ સર્વત્ર છે, પરંતુ એ મુક્ત છે—સર્વેને મુક્તિ આપતો આ એક વૃક્ષીય ચંદરવો છે.

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.