સોશિયલ મીડીયા પર સવારથી રાત સુધી આપણે કેટલાં બધા સુવિચારો, સારા વીડિયો જોતા અને સાંભળતા રહેતા હોઈએ છીએ..

જેમ કે, સુવિચારો વાંચવા અને બીજાને આગળ મોકલતા રહેવા એ જીવનનો કોઈ દૈનિક કાર્યક્રમ હોય..!!

એક કામ હોય અને આપણે કરી નાખીએ એટલે શાંતિ..!!

સવારના સમયે મોબાઇલમાં સુવિચારોના ઢગલાંનો આપણને બધાને જ અનુભવ છે. મોબાઇલમાંથી સુવિચારોના ફોટા ડીલીટ કરવાની જોબની જાહેરાત જુઓ તો નવાઈ નહિ થાય ભવિષ્યમાં !!…

એક મિનિટ થોડુંને થોભી વિચારી જુઓ… આપણે બધા આટલા સુવિચારો વાંચીએ અને મોકલીએ છીએ..તો પરિસ્થિતિમાં કોઈ પરિવર્તનનો અનુભવ કેમ નથી કરતાં??? એનું કારણ મારા હિસાબે તો એક જ છે કે આપણે હંમેશાં એવું જ વિચારીએ છીએ કે આ સુવિચાર બીજાને માટે છે, ફલાણા વ્યક્તિ માટે છે…. પોતાના માટે નથી…! એટલે જ એ સુવિચારો માત્ર અનેક વ્યક્તિઓના મોબાઇલની યાત્રા કરીને ફરી પાછા આપણા સુધી આવી જાય છે! સુવિચારો બીજાના માટે છે એવું વિચારવા માત્રથી એની અસરકારકતા ઘટી જાય છે..!

સુવિચારો જે માત્રામાં શેર થાય છે કે ફોરવર્ડ થાય છે એ જોતાં એવું મહેસૂસ થાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુની અતિ થાય કે માત્રા વધે તો એનું મૂલ્ય આપોઆપ ઘટે જ છે ..!

પોઝીટીવીટીની આપણી આસપાસ કોઈ કમી નથી, બસ જોવાનો દૃષ્ટિકોણ આ શેર, ફોરવર્ડ, પોસ્ટ અને સેલ્ફીની માયાજાળમાં ક્યાંક ખોવાઈ ગયો છે.. અંદરથી તો બધા સુવિચારો બધાં જાણે જ છે!! તકલીફ પાલન કરવામાં જ ક્યાંક છે..

ખાલી સુવિચારોનું સ્થાન છાપાંનું પ્રથમ પૃષ્ઠ, બ્લેક બોર્ડને કે ચેટ બોક્સ એ એની જગ્યા નથી. એની જગ્યા જીવનમાં છે..એ બધું તો માત્ર પ્રાપ્તિસ્થાનો કહી શકાય..!

સુવિચારો પોસ્ટ થાય, સેન્ડ થાય કે ફોરવર્ડ થાય એની સામે કોઈ વાંધો હોઈ જ ના શકે પણ આશય માત્ર એ જ છે કે મેસેજ મોકલનાર અને મેળવનાર બંનેનો જે સમય એમાં વપરાય છે એ સદુપયોગ હોય; વ્યય નહિ!!

ઘણાં વર્ષો સુધી શાળામાં બ્લેકબોર્ડ પર સુવિચારો લખવાની જવાબદારી બોર્ડ મોનીટર તરીકે નિભાવી છે અને આજની તારીખે પણ છાપું હાથમાં લઉં કે પછી ભણવા જાઉં કે શિક્ષક તરીકે ભણાવવા…, પહેલી નજર બ્લેકબોર્ડ પર લખેલા સુવિચાર પર જ પડે છે એ હવે સ્વભાવગત થઈ ગયું છે!

હું તો ઘણાં સમયથી પાલન કરવામાં સતત પ્રયત્નશીલ છું.. કદાચ તમે પણ આ બ્લોગ પોસ્ટ વાંચીને પ્રયત્નશીલ થઈ શકો.. 

જીવન સમૃદ્ધ કરવામાં એનો મોટો ફાળો છે એવું મારું માનવું છે. માત્ર બીજાને મોકલવાની વાત કે સામગ્રી જેટલું મહત્ત્વ નથી એનું..!

સુવિચારોનું મહત્ત્વ અને ફાયદો બંને એના પાલનમાં જ છે માત્ર વાંચવામાં નહિ..!

હવે જયારે પણ સુવિચારો અને થોટ્સ મોકલો તો બે મિનિટ થોભો અને વિચારો, અપનાવો અને પછી મોકલો:)

‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક મોકો છે. સંપાદક દ્વારા આ લેખોની સત્યતા, ચોકસાઈ, વ્યાકરણ, તથા વાક્ય રચનાની ચકાસણી થતી નથી.

Total Views: 222

One Comment

  1. Nalinkant Pathak April 20, 2023 at 7:13 am - Reply

    બેન દવે અંકિતા સાથે હું 100% સંમત છું, મારી પાસે આવતા અને જતા (what’s up માં) સુવિચાર માથી હું તો થાય તેટલો અમલ કરું છું, તમો પણ કરજો

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.