मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवंद्यम्।
वन्दे वेदत्तनुमुज्झितगर्हितकांचनकामिनीबंधम्॥१॥

कोटिभानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम्।
अभीरभीहुंकारनादितदिङ्मुखप्रचण्डताण्डवनृत्यम्॥२॥

भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमघदलविदलनदक्षम्।
बालचंद्रधरमिन्दु वंद्यमिह नौमि गुरुविवेकानन्दम्॥३॥

હે ઇષ્ટદેવ ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય કાંચન તથા કામિનીના બંધન-મુક્ત, તમને હું પ્રણામ કરું છું. કરોડો સૂર્યના પ્રકાશ જેવા દીપ્તિમાન, હે નરસિંહ, તમે કટિ ઉપર કૌપીન ધારણ કરેલ છે અને ‘અભી:’ ‘અભી:’ એવા હુંકાર વડે સર્વ દિશાઓ ગજાવો છો અને પ્રચંડ તાંડવ નૃત્ય કરો છો. કૃપા કટાક્ષથી જ ભોગ અને મોક્ષ આપનાર અને પાપસમૂહનો નાશ કરનાર, લલાટમાં શશિકલા ધારણ કરેલા, ચંદ્રના વંદનીય, હે ગુરુદેવ, વિવેકાનંદ, તમોને નમસ્કાર હો.

(“વિવેકાનંદગીતિસ્તોત્ર”)

Total Views: 42
By Published On: January 27, 2024Categories: Sankalan0 Comments on દિવ્યવાણી

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.