નરેન્દ્રપુર (૫. બંગાળ)

૧૯૯૦માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં, રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરની નિવાસી કોલેજના વિદ્યાર્થીઓએ ૧, ૩, ૫, ૭, ૧૦, ૧૫, ૧૭, ૧૯ અને ૨૦મા નંબરનાં સ્થાન પ્રાપ્ત કર્યાં છે.

પુરી (ઓરિસ્સા)

પેન્ટાગોટાની નજીક ચક્રતીર્થમાં આગથી નુકસાન પામેલ માછીમારોની કોલોનીના લોકોમાં ૫૦૦ સાડી, ૩૦૦ ધોતી, ૧૪૮ર બાળકોનાં કપડાંનું રામકૃષ્ણ મઠ તરફથી વિતરણ કરવામાં આવ્યું.

ગુન્ટૂર (આંધ્ર પ્રદેશ)

રામકૃષ્ણ મિશનનું પુનર્વસવાટકાર્ય રેપાલેમંડલમાં ચાલી રહ્યું છે. છાપરાંવાળાં મકાનો, કોમ્યુનિટી સેન્ટર (લક્ષ્મીપુરમ્‌નું) તૈયાર થઈ ગયેલ છે. ચન્દ્રમૌલીપુરમ્, મુક્તેશ્વરપુરમ્ અને કોથાપાલામમાં છાપરાવાળાં વધારાનાં ત્રણ મકાનોનું નિર્માણકામ પણ આગળ વધી રહ્યું છે.

વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ)

યેલામાનચીલી અને રેવામંડલમ્ ખાતે રામકૃષ્ણ મિશને હાથ ધરેલ પુનર્વસવાટનું કાર્ય આગળ ધપી રહ્યું છે. તેમાં કોથાપાલામ્‌નાં ૮૫ મકાનોનું બાંધકામ પૂરું થયું છે અને ૭૯ મકાનો લખવરમ્‌માં અને ધર્મવરમ્ ગામમાં લગભગ જુદી જુદી રીતે તૈયાર થવામાં છે.

ચેરાપુંજી (મેઘાલય)

રામકૃષ્ણ મિશન, ચેરાપુંજી આશ્રમના સ્વર્ણ જયંતી મહોત્સવનું ઉદ્‌ઘાટન ૨૩મી એપ્રિલે મેઘાલયના રાજ્યપાલ શ્રી મધુકર દીઘા દ્વારા થયું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ દ્વારા શેલા આશ્રમના પુનર્નીર્મિત મંદિરનું ઉદ્‌ઘાટન ૨૪મી એપ્રિલે થયું હતું. મેઘાલયના રાજ્યપાલ આ પ્રસંગે મુખ્ય અતિથિ રહ્યા હતા. મેઘાલયના સ્વાસ્થ્યમંત્રી અને શ્રમ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ભુવનેશ્વર (ઓરિસ્સા)

રામકૃષ્ણ મઠ, ભુવનેશ્વર દ્વારા ૧૨મી રાષ્ટ્રીય એક્તા શિબિર ધામનગર અને બાલાસોર જિલ્લામાં ૧૬ થી ૨૦ માર્ચ સુધી યોજાઈ હતી, જેમાં ૧૮૦ યુવકોએ ભાગ લીધો હતો.

ઈટાનગર (અરુણાચલ પ્રદેશ)

રામકૃષ્ણ મિશનના ઈટાનગર કેન્દ્રનો વાર્ષિકોત્સવ ૧૪મી એપ્રિલે યોજાયો, જેમાં અરુણાચલ પ્રદેશના નાણાંમંત્રી શ્રી આર. કે. ખીરમી મુખ્ય અતિથિ હતા.

આલોંગ (અરુણાચલ પ્રદેશ)

રામકૃષ્ણ મિશન, આલોંગની શાળાની રજત જયંતી ઈટાનગર ખાતે ૧૫ અને ૧૬મી એપ્રિલે યોજાઈ. અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જીઓંગ અપાંગ મુખ્ય અતિથિ હતા. અરુણાચલ પ્રદેશના વનમંત્રી અને નાણાંમંત્રી અને જાહેર બાંધકામ ખાતાના મંત્રી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમની અધ્યક્ષતા અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી એસ. એન. દ્વિવેદીએ કરી હતી.

સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં નીચેનાં સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જૂનાગઢ

“રાષ્ટ્રીય ભાવાત્મક એક્તા અને સ્વામી વિવેકાનંદ” વિષય પર સ્વામી સત્યરૂપાનંદજીના પ્રવચનનું આયોજન રામકૃષ્ણ -વિવેકાનંદ કેન્દ્ર જૂનાગઢ દ્વારા ૧૩મી મેએ થયું હતું.

પોરબંદર

“સ્વામી વિવેકાનંદનો આધુનિક જગતને સંદેશ” વિષય પર સ્વામી સત્યરૂપાનંદજીના પ્રવચનનું આયોજન ૧૪મી મેએ થયું હતું,

ભાવનગર

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ભાવનગર દ્વારા “આધુનિક યુગ માટે આધ્યાત્મિકતા” વિષય પર સ્વામી સત્યરૂપાનંદજીના પ્રવચનનું આયોજન ૧૬મી મેએ થયું હતું. ૧૭મી મેના આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું, જેમાં સ્વામી સત્યરૂપાનંદજીએ જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

લીંબડી

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી દ્વારા “ધર્મ અને આધ્યાત્મિક જીવન” વિષય પર સ્વામી સત્યરૂપાનંદજીના પ્રવચનનું આયોજન ૧૮મી મેએ થયું હતું.

અમદાવાદ

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર દ્વારા ૧૯મી મેએ સાંજે “રાષ્ટ્રીય ભાવાત્મક એકતા અને સ્વામી વિવેકાનંદ” વિષય પર સ્વામી સત્યરૂપાનંદજીના પ્રવચનનું આયોજન કર્યું હતું. ૧૯મીએ સવારે આધ્યાત્મિક શિબિરમાં સ્વામી સત્યરૂપાનંદજીએ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

આણંદ

“સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા” વિષય પર ૨૧મી મેએ જાહેર સભા યોજાઈ હતી, જેની અધ્યક્ષતા વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. દિલાવરસિંહ જાડેજાએ કરી હતા. સ્વામી સત્યરૂપાનંદજીએ આ વિષય પર સારગર્ભિત ભાષણ આપ્યું હતું.

વડોદરા

રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર દ્વારા “સ્વામી વિવેકાનંદ અને માનવનિર્માણકારી શિક્ષા” વિષય પર સ્વામી સત્યરૂપાનંદજીના પ્રવચનનું આયોજન રરમી મેએ થયું હતું.

રામકૃષ્ણ મિશન, સિંગાપુર

૧૯૯૦-૯૧નો વાર્ષિક મહોત્સવ અહીં ઉત્સાહથી ઊજવવામાં આવ્યો હતો.

ધર્મ ધર્મ વચ્ચેની સંવાદિતા અને ધર્મનું સ્થાન અને વિવિધ જાતિના લોકોનો સમૂહ આ મહોત્સવનાં આકર્ષક અંગો બની રહ્યાં હતાં.

ભારતીય હાઈકમિશનર શ્રી તિવારીજીએ આ મહોત્સવનું ૨૭મી એપ્રિલ, ૧૯૯૧ના રોજ સાંજે ૭-૦૦ વાગ્યે ઉદ્‌ઘાટન કર્યું હતું. પછી સ્વામી વિરૂપાક્ષાનંદજીએ પોતાનું પ્રવચન આપ્યું હતું, જે ઘણું પ્રેરણાદાયક હતું. (વિવિધ વંશીય જાતિઓમાં ધર્મનું સ્થાન એ એમના વ્યાખ્યાનનો વિષય હતો.)

ર૮મી એપ્રિલ, રવિવારે પહેલા સત્રમાં બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ વિશે ચર્ચા થઈ. બીજા સત્રમાં હિન્દુ ધર્મમાં વિધિવિધાનો તેમ જ ત્રીજામાં ભારતીય નારી વિષયો હતા. શ્રી સેન્ગાઈ કાદ્રો, પ્રો. એમ. વી. નાડકર્ણી, ડૉ. વી. કે. પિલાઈ, પ્રો. કા નાગા સન્પ્રેન, પ્રો. એ. એન. રાવ, વગેરેએ તેમાં ભાગ લીધો હતો. જસ્ટિસ એમ. કાર્થગેરુ અતિથિ વિશેષપદે હતા. આ સત્રમાં મુખપાઠ, નિબંધલેખન, વગેરેમાં ઉત્તમ ઠરેલા હરીફોને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હરીફાઈઓમાં ૧૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

મહોત્સવનો બીજો તબક્કો ૪થી મે, ‘૯૧ના રોજ શરૂ થયો. પહેલો કાર્યક્રમ જાહેર સભાનો હતો. શ્રી છુ વિખ્યાંગ એના (M.P.) એના અતિથિવિશેષ પદે હતા. તેમણે ચીની ભાષામાં અનૂદિત થયેલ સ્વામી વિવેકાનંદના પુસ્તક “My Master”નું વિમોચન કર્યું હતું.

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.