રામકૃષ્ણ મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તરકાશી જિલ્લાના સાલાંગ, મનારી, નીઝમોર અને નવ અન્ય ગામોના ૧,૨૪૯ પરિવારોમાં છેલ્લા બે માસમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું :

૧૦,૦૦૦            કિલો ચોખા

૧૧,૦૦૦             કિલો દાળ વગેરે

૪૦૦                  કિલો દૂધનો પાવડર

૪૦૦                  કિલો ચા

૪,૦૦૦              બાકસ

૬૩૦                  સેટ વાસણો

૪૫૫                  ફાનસ

૫,૦૦૦              ધાબળા

૧,૨૦૦               તાલપત્રી

૧,૫૦,૦૦૦         વસ્ત્રો

૧,૦૦૦               ઊનનાં વસ્ત્રો

૨૦૦                  ટેન્ટ

બાંગ્લાદેશ વાવાઝોડા-રાહત કાર્ય

બાંગ્લાદેશ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોમાં વિતરણ માટે નીચેની વસ્તુઓ રામકૃષ્ણ મઠના ઢાકા કેન્દ્રને હવાઈ માર્ગે રવાના કરવામાં આવી છે :

૫,૦૦૦              સાડીઓ

૪,૦૦૦              લુંગી

૧,૦૦૦               ધોતિયાં

પં. બંગાળ પૂર રાહતકાર્ય

માલદા અને પશ્ચિમ દિનાજપુર જિલ્લાના ૫,૨૦૦ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે :

૧,૯૯૬                સાડીઓ

૧,૯૯૪               ધોતિયાં

૨,૨૩૦               જૂનાં વસ્ત્રો

તામિલનાડુ પૂર રાહતકાર્ય

મદ્રાસ શહેરમાં રામકૃષ્ણ મઠના મદ્રાસ કેન્દ્ર દ્વારા બસ્તીમાં રહેવાવાળાઓમાં ૫,૩૦૦ રોટીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઓરિસ્સા પૂર રાહતકાર્ય

પુરી જિલ્લાના પૂરપીડિત લોકોમાં રામકૃષ્ણ મઠના પુરી કેન્દ્ર દ્વારા નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું :

૨૩૦                  ધોતિયાં

૧૯૦                  સાડીઓ

૧૬૫                  ચાદરો

૧૫                    બાલ્દી

દિલ્હી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન શ્રીઅજિતકુમાર પાંજાએ રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રના ઑડિટોરિયમમાં ૧૩મી ડિસેમ્બરે સ્વામી રંગનાથાનંદજીની ભગવદ્‌ગીતા પરની વીડિયો કેસેટના સેટનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક સ્મરણિકાનું પણ વિમોચન કર્યું હતું. નૌ સેનાના વડા ઍડિમરલ આર. રામદાસે પણ સમારંભમાં હાજરી આપી હતી.

મદ્રાસ

વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓએ માર્ચ/એપ્રિલ ૧૯૯૧માં લેવાયેલ પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં હતાં.

બી.એ. (અર્થશાસ્ત્ર) – ૫મું અને ૧૦મું

બી.એ. (દર્શનશાસ્ત્ર) ૧લું, રજું, ૩જું, ૪થું, ૫મું અને ૬ઠું

બી.એ. (સંસ્કૃત) ૧લું, ૩જું અને ૪થું

એમ.એ. (દર્શનશાસ્ત્ર) ૧લું અને રજું

એમ.એ. (સંસ્કૃત) ૧લું, ૩જું અને ૪થું

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યુવશિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં યોજાયેલ યુવ-શિબિરનું ઉદ્‌ઘાટન શ્રી યશવન્ત શુક્લના વરદ્ હસ્તે થયું હતું.

યુવ-શિબિરમાં ભાગ લઈ રહેલાં ભાઈ-બહેનોએ ગીતા-પાઠ અને ભજનોમાં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી અને રાષ્ટ્રીય યુવ-દિનના ઉપલક્ષમાં તા. ૧૧, ૧૨ અને ૧૩ જાન્યુઆરી, ૧૯૯૨ના દિવસોમાં એક યુવ-શિબિરનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૫૦૦ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સિમાંશુ મહેતા, જાણીતા સાહિત્યકારો શ્રી યશવંત શુક્લ અને ડૉ. ચીનુભાઈ નાયક, જાણીતા ઉદ્યોગપતિઓ શ્રી કાન્તિભાઈ શ્રોફ, શ્રી ઉમાકાંત પંડિત અને શ્રી શશીકાંતભાઈ મહેતા, જાણીતા શિક્ષણકાર શ્રી ક્રાન્તિભાઈ જોષી, ડૉ. ઇન્દિરા પટેલ, ડૉ. ચેતના માંડવિયા, શ્રી નારાયણન, રશીદાબહેન મરચન્ટ તેમ જ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ – સ્વામી પ્રમાનંદજી, સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, વગેરેએ યુવા વર્ગને સંબોધ્યા હતા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થિની બહેનો અને શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ પર આધારિત રજૂ થયેલ બે નાટકો તેમ જ સ્વામી વિવેકાનંદ પરની ફિલ્મનું પ્રદર્શન વિશેષ આકર્ષણનાં કેન્દ્ર રહ્યાં હતાં.

‘સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી સ્મરણિકા’નો વિમોચન વિધિ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીએ ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી સ્મરણિકા’નો વિમોચન વિધિ રાજકોટના મેયર શ્રી વજુભાઈ વાળાને હસ્તે થયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી સિતાંશુ મહેતા વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મઠ અને મિશનનો વાર્ષિક અહેવાલ (૧૯૯૦-૯૧)

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીના પ્રમુખપદે મિશનની ૮૨મી વાર્ષિક સાધારણ સભા ૨૨મી નવેમ્બર ૧૯૯૧ રવિવારને બપોરે ૩-૩૦ વાગ્યે મળી હતી. ૧૯૯૦-૯૧ના વાર્ષિક અહેવાલની નોંધ ગવર્નિંગ બોડી સમક્ષ મૂકવામાં આવી હતી.

આ વર્ષના અગત્યના વિકાસ કાર્યમાં નેધરલેન્ડમાં હાર્લેમ શહેરમાં નવા કેન્દ્રનો મંગલ પ્રારંભ, બેલુડ મઠ માટે ગંગાના પાણીમાંથી પીવા લાયક પાણીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન, બિહારના નાના આદિવાસી સમૂહ માટે ઓછી કિંમતનાં ૧૭ મકાનો અને કોમ્યુનિટી સેન્ટરનું બાંધકામ તેમ જ આંધ્ર પ્રદેશમાં પુનર્વસવાટ પ્રોજેક્ટ હેઠળ બંધાયેલા ૨૦૦ સાયક્લોન-પ્રૂફ મકાનો અને ૪ મોટાં આશ્રયસ્થાન કમ કોમ્યુનિટી હોલનાં બાંધકામ સૌથી વધુ મહત્ત્વનાં રહ્યાં છે.

રાહત, પુનર્વસવાટ કાર્ય : રામકૃષ્ણ મિશન દ્વારા વિવિધ રાહતસેવા કાર્યો અને પુનર્વસવાટ કાર્યો પાછળ ૫૨.૪૫ લાખ રૂપિયા ખરચવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૪.૧૦ લાખ રૂપિયાની કિંમતની ચીજ વસ્તુઓનું વિતરણ કાર્ય થયું છે.

કલ્યાણ પ્રવૃત્તિઓ : ગરીબ વિદ્યાર્થીઓ, ગરીબ વર્ગના દર્દીઓ, વૃદ્ધો અને નિરાશ્રિત સ્ત્રી, પુરુષો પાછળ મિશન દ્વારા ૬૧.૬૧ લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે.

દાક્તરી સેવાઓ : મિશનની પોતાની ૯ મોટી ઈસ્પતાલો અને ૭૯ દવાખાનાં અને હરતાં-ફરતાં દવાખાનાં દ્વારા રાષ્ટ્રના ૪૩ લાખ દરદીઓની દાક્તરી સારવાર કરી છે. આ સેવા પાછળ ૬.૮૭ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

શૈક્ષણિક પ્રવૃત્તિઓ : આપણી પ્રાચીન ગુરુકુળ પધ્ધતિને અનુસરીને મિશનની શૈક્ષણિક સંસ્થાઓએ ઉજ્જ્વળ પરિણામો આપ્યાં છે. મિશન દ્વારા ચાલતી ૭૬૦ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧,૦૨,૯૫૨ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ શૈક્ષણિક સેવાઓ પાછળ ૨૩.૬૯ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

ગ્રામ્ય અને આદિવાસી સેવા કલ્યાણ કાર્ય : મિશન દ્વારા રાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં સેવા કલ્યાણ કાર્ય કરવામાં આવ્યું છે. આ યોજના પાછળ ૨.૨૯ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે.

વિદેશોમાં કાર્યો : દુનિયાના વિવિધ દેશોમાં આધ્યાત્મિક પ્રચાર પ્રસારનું કાર્ય ત્યાંનાં કેન્દ્રો દ્વારા થાય છે. રામકૃષ્ણ મઠ અને મિશનનાં વડા મથક ઉપરાંત ભારત અને વિદેશમાં રામકૃષ્ણ મિશનનાં કુલ ૭૯ અને મઠનાં ૭૬ શાખા કેન્દ્રો માનવ સેવાનાં કાર્યો કરી રહ્યાં છે.

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.